સુરત/ કોર્પોરેશનની બેદરકારીને કારણે અકસ્માત, બાઇક સવારનું ઘટના સ્થળે નીપજ્યું મોત

કોર્પોરેશનની બેદરકારીને કારણે અકસ્માત, બાઇક સવારનું ઘટના સ્થળે નીપજ્યું મોત

Gujarat Surat
womens day 6 કોર્પોરેશનની બેદરકારીને કારણે અકસ્માત, બાઇક સવારનું ઘટના સ્થળે નીપજ્યું મોત

સુરતના મોટા વરાછામાં સર્જાયો અકસ્માત

ગુજરાત રાજ્યમાં રોડ અકસ્માત સામાન્ય બાબત બની ગઈ છે. રાજ્યમાં વધતો વાહન વયવહાર અને લોકોની ગંતવ્ય સ્થાને પહોચાવાની ઉતાવળ લોકોના  જીવ  લઇ રહી છે. અને આ અકસ્માતનું ગંભીર પરિણામ તેના પરિવારજનોએ ભોગવવા પડે છે. પરંતુ સુરતમાં આજરોજ એક વિચિત્ર અકસ્માતમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રોડ ઉપર પડેલા ખાડાને કારણે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

womens day 7 કોર્પોરેશનની બેદરકારીને કારણે અકસ્માત, બાઇક સવારનું ઘટના સ્થળે નીપજ્યું મોત

મહેસાણા / સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ના નાવડી સર્કલ પાસે એક મોટો ખાડો હતો. સ્થાનિક દ્વારા રજુઆત છતાં ઘોર નિંદ્રામાં પોઢેલા કોર્પોરેશન દ્વારા આ અંગે વારંવાર આંખ આડા કાન કરવામાં આવતા હતા. આ ખાડા માં એક કાર પલટી મારતા એક બાઇક ચાલક પણ સાથે અથડાયો હતો. બાઇક રોડ પર ધસડાતા બાઇક બળીને ખાખ થયું હતું. બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આં સમગ્ર ઘટના ના CCTV  ફૂટેજ પણ સામે આવ્યા છે.

cinema halls / મલ્ટિપ્લેક્સ ફરી બેઠા થવાની તૈયારીમાં, માર્ચથી જ આવી રહી છે અસંખ્ય મૂવીઝ

મૂળ અમરેલીના હાથીગઢ ગામનો યુવક મંથન જયસુભભાઈ ધોરીજીયા (ઉંમર 26 વર્ષ) સુદામા ચોકના ક્રિષ્ના ટાઉનશિપમાં રહે છે. તે  મોટા વરાછા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નાવડી સર્કલ પાસે પડેલા ખાડામાં પડી મંથનનું બાઈક 25 ફૂટ સુધી ધસડાયું હતું. મંથન પોતાની બાઈક સાથે 25 ફૂટ સુધી ખેંચાઈ ગયો હતો. જેથી તેની બાઈકમાં અચાનક આગ લાગી ગઈ હતી.