તાજેતરમાં BRTSથી થતા અકસ્માતોના બનાવ વધતા સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. જેને લઈને સુરત મહાનગરપાલિકામાં બેઠક મળવા જઈ રહી છે. પાલિકા દ્વારા અકસ્માતોના કારણો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
તો સાથોસાથ બેઠકમાં બસની સ્પીડ 30 કિલોમીટર પ્રતિકલાક રાખવા ભલામણ કરવામાં આવશે. રેલિંગની ઓછી ઉંચાઈ અને બેફામ સ્પીડ જવાબદાર ગણવામાં આવી રહી છે. સેફ્ટી અને ઓડિટ માટે પાલિકા દ્વારા ટીમની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીયછે કે, એક વર્ષમાં 53 લોકોના અકસ્માતમાં મોત થયા છે. નોંધનીય છેકે તાજેતરમાં સુરત શહેરમાં BRTSની અડફેટે ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જે બાદ લોકોનો રોષ વ્યાપી ઉઠ્યો હતો અને BRTS બંધ કરવાનો પોકાર ચોતરફથી ઉઠ્યો છે. જેને જોતા તંત્રએ અકસ્માતની ઘટનાને ડામવા માટે કવાયત તેજ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.