સુરેન્દ્રનગર/ રતનપર સ્વામિનારાયણ મંદિરમાં ધરાવાયો કેરીનો અન્નકૂટ

આ અન્નકૂટ પ્રસાદ જરૂરિયાતમંદ પરિવારો જેઓ કેરી ખરીદી ન શકતા હોય તેમને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યો હતો.

Gujarat Others
કેરી

હિન્દુ ધર્મમાં દરેક તહેવાર અને તિથિનું આગવું મહત્વ રહેલું છે. ત્યારે સુરેન્દ્રનગરનાં રતનપર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને અંદાજે ૧૨૦૦ કિલો કેરીનો અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં હરિ ભક્તોએ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. જ્યારે આ અન્નકૂટ પ્રસાદ જરૂરિયાતમંદ પરિવારો જેઓ કેરી ખરીદી ન શકતા હોય તેમને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યો હતો. આ તકે મંદિરના સેવાવત્સલ સ્વામી સહિતના અનુયાયીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

કેરી

ભગવાનને ધરાવાયો કેરીનો રસ અને કેરીનો પ્રસાદ.

10 15 રતનપર સ્વામિનારાયણ મંદિરમાં ધરાવાયો કેરીનો અન્નકૂટ

સ્વામિનારાયણ મંદિરે ધરાવાયેલા કેરીનાં અન્નકૂટ બાબતે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતાં સેવાવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, આજે ઠાકોરજીને 1000 થી 12000 કિલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટનો પ્રસાદ હરિભક્તો તેમજ જે લોકો કેરી ખરીદી શકતા નથી તેવા લોકોને આપવામાં આવશે. જેથી ગરીબ લોકો પણ કેરી ખાય શકે. આ અન્નકૂટ માટે હરિભક્તો અને સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

10.3 2 રતનપર સ્વામિનારાયણ મંદિરમાં ધરાવાયો કેરીનો અન્નકૂટ

 

આ પણ વાંચો : સોનિયા ગાંધીએ અગ્નિપથને ગણાવ્યું દિશાહીન, કેન્દ્ર પર લગાવ્યો આ મોટો આરોપ