Not Set/ સુષ્મા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા પહેલા પીએમ મોદીનો કર્યો હતો ધન્યવાદ, જાણો શું છે કારણ

ભારતીય રાજકારણની સૌથી મોટી મહિલા રાજનીતિજ્ઞોમાં શામિલ એવા ભારતનાં ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે દિલ્હીમાં નિધન થયું હતું. સુષ્મા સ્વરાજનાં અચાનક અવસાન બાદ દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સુષ્મા સ્વરાજ દેશનાં લોકપ્રિય નેતાઓમાંના એક હતા. તે ટ્વિટર પર પણ ખૂબ લોકપ્રિય હતા. સુષ્મા સ્વરાજે, વિદેશમંત્રી તરીકે દેશ દુનિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયનાં લોકો […]

India
sushma સુષ્મા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા પહેલા પીએમ મોદીનો કર્યો હતો ધન્યવાદ, જાણો શું છે કારણ

ભારતીય રાજકારણની સૌથી મોટી મહિલા રાજનીતિજ્ઞોમાં શામિલ એવા ભારતનાં ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે દિલ્હીમાં નિધન થયું હતું. સુષ્મા સ્વરાજનાં અચાનક અવસાન બાદ દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સુષ્મા સ્વરાજ દેશનાં લોકપ્રિય નેતાઓમાંના એક હતા. તે ટ્વિટર પર પણ ખૂબ લોકપ્રિય હતા. સુષ્મા સ્વરાજે, વિદેશમંત્રી તરીકે દેશ દુનિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયનાં લોકો સુધી પહોંચવા માટે ટ્વિટરનો શાનદાર ઉપયોગ કર્યો હતો. તેઓ પોતે જ ટ્વિટર પર લોકો દ્વારા આવતી ફરિયાદો પર ધ્યાન આપતા હતા. તેમણે અંતિમ શ્વાસ લીધા પહેલા કરેલા એક ખાસ ટ્વીટ પર પણ સુષ્મા સ્વરાજને યાદ રાખવામાં આવશે. જેમા તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવાને લઇને પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે તેમના મૃત્યુ પહેલા જે ટ્વીટ કર્યુ તે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 પાછો ખેંચવાના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.

સોમવારે રાજ્યસભાએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટેનો મુસદ્દો પસાર કર્યો હતો. મંગળવારે લોકસભાએ પણ આ મુસદ્દાને પસાર કર્યો હતો. આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં સુષ્મા સ્વરાજે ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ટ્વીટ કર્યું હતુ. જેમા તેમણે લખ્યુ કે, ‘વડા પ્રધાન – તમને હાર્દિક શુભેચ્છા. હું મારા જીવનમાં આ દિવસ જોવાની રાહ જોઇ રહી હતી. ‘ તેમના ટ્વિટનાં માત્ર ત્રણ કલાક બાદ જ તેમના મૃત્યુનાં સમાચાર સામે આવ્યા હતા.

સુષ્મા સ્વરાજે સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370  હટાવવા માટેનો ડ્રાફ્ટ પસાર કર્યા બાદ, ખુશીથી ટ્વિટ કરીને સરકારનાં નિર્ણયને ખૂબ જ સાહસિક અને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતુ કે, ‘ખૂબ જ સાહસિક અને ઐતિહાસિક નિર્ણય. શ્રેષ્ઠ ભારત – એક ભારતની શુભેચ્છાઓ. રાજ્યસભાનાં તમામ સાંસદોને ખૂબ અભિનંદન, જેમણે આજે કલમ 370 નો અંત લાવતો ઠરાવ પસાર કરી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનાં બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ આપી અને તેમના એક ભારતનાં સ્વપ્નને પૂરું કર્યું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.