પંચમહાલના ઘોઘંબાના લાલપુરી ગામના જંગલમાંથી બે યુવતીઓના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઝોઝ ગામની પિતરાઈ બહેનો સોમવારે મોડી રાત્રે એરાલ ગામમાં લગ્નમાંથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી અને આજે વહેલી સવારે અંધારી કોતર પાસે આવેલા કણજના ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં બન્ને યુવતીઓના મૃતદેહો મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ પહોંચી ઘટના સ્થળે હતી. જો કે, મૃતક બંને યુવતીઓ કાલોલના એરાલ પંથકની હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે યુવતીઓએ આત્મહત્યા કરી કે કોઈએ હત્યા કરી લટકાવી દીધી એ અંગેનું રહસ્ય સર્જાયું છે.
આ પણ વાંચો :અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતની વ્હારે : આજે ફ્લોરિડાથી અમદાવાદ એરપોર્ટ મદદની પહેલી ખેપ આવશે
હાલ રાજગઢ પોલીસે ઘટનામાં હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી છે અને બંને પિતરાઇ બહેનોના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને યુવતીઓના મૃત્યુનું સાચુ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, લાલપુરી અને વરવાળા ગામની સીમમાં એરાલ અને ઝોઝ ગામની પિતરાઈ બહેનો સોમવારે મોડી રાત્રે એરાલ ગામમાં એક લગ્ન સમારોહમાંથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી. જેના બાદ ગઈકાલે વહેલી સવારે અંધારી કોતર પાસે આવેલા કણજના ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમના મૃતદેહો મળી આવતા ચકચાર મચી છે.
આ પણ વાંચો :ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે અમદાવાદની મુલાકાતે, ઓક્સિજન પ્લાન્ટ તેમજ આઇસોલેશન વોર્ડનું કરશે
એરાલ ગામે ખેતી કામ કરીને જીવન ગુજારતા અરવિંદભાઈ રાઠવાની પુત્રી સોનલ ઉર્ફે પીનલ રાઠવા તેમજ તેની પિતરાઈ બહેન વર્ષા રયજી નજરું રાઠવા સોમવારે એક લગ્ન સમારોહમાં ગઈ હતી. મોડી રાત્રે બંને પરત ફરી ન હતી. તેથી પરિવારજનોએ પણ તેમની શોધખોળ ચલાવી હતી. જેના બાદ ઝાડ પર લટકતી હાલતમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસને જાણ કરવામા આવતા રાજગઢ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને બન્નેના મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. વર્ષા બોડેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી જયારે સોનલ ઉર્ફે પીનલ ઘોઘંબાની વરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી.
આ પણ વાંચો :આજે મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજને મળશે નવજીવન,16 કરોડનું ઇન્જેક્શન અપાશે,
આખરે આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. વર્ષા બોડેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી જયારે સોનલ ઉર્ફે પીનલ ઘોઘંબાની વરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. જોકે, બંને આટલા ઊંચા ઝાડ પર ચઢીને આત્મહત્યા કરે તેવી વાત પોલીસના ગળે ઉતરતી નથી. સાથે જ વર્ષા પગે વિકલાંગ હતી, તેથી તે ઝાડ પર કેવી રીતે ચડી શકે. ત્યારે આ રહસ્યમય ઘટના પર પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ 6 મેથી 12મે સુધી અમલી