- વડોદરા સફાઇકર્મીના મોતનો મામલો
- કોરોના રસી લીધા બાદ થયું હતું કર્મીનું મોત
- જીગ્નેશ સોલંકીનાં મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાશે
- સફાઇકર્મી જીગ્નેશ સોલંકીને હતી હૃદયની બિમારી
- મૃતકનો કોરોના રેપીડ રિપોર્ટ નેગેટિવ
- RTPCR રિપોર્ટ બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી થશે
રાજ્યમાં એક તરફ રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે બીજી તરફ આ રસીકરણ લીધા બાદ એક સફાઇકર્મીનું મોત થયુ હોવાના સમાચારે લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે.
જી હા, આપને જણાવી દઇએ કે, વડોદરામાં આજે એક સફાઇકર્મીનાં મોતનાં સમાચાર સામે આવ્યા, જે બાદ લોકોમાં ફફડાટ ઉભો થઇ ગયો હતો. આ સફાઇકર્મીનું નામ જીગ્નેશ સોલંકી છે. જો કે સુત્રોનું કહેવુ છે કે, આ સફાઇકર્મી જીગ્નેશ સોલંકીને પહેલાથી જ હ્રદયની બિમારી હતી. આ મૃતકનો કોરોના રેપીડ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, RTPCR રિપોર્ટ બાદ આ મૃતકનું પોસ્ટ મોર્ટમની કાર્યવાહી થશે. સફાઇકર્મી જીગ્નેશ સોલંકીનાં પરિવારજનોનો આક્ષેપ છે કે, આ રસી નહોતી લેવી છતા તેને આ રસી લેવા માટે દબાણ કરાવવામાં આવ્યું હતુ. વધુમાં તેમનુ કહેવુ છે કે, જીગ્નેશને જોબ પરથી ફોન આવ્યો હતો અને ત્યાથી તેને કહેેવામાં આવ્યુ કે, ફરજિયાત આ રસી લેવી પડશે. તેણે આ રસી નહોતી લેવી પણ તેેને આ રસી લેવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…