પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પપૈયામાંથી અનેક વિટામિન મળે છે. તેને નિયમિતરૂપે ખાવાથી શરીરમાં ક્યારેયવિટામિન્સની ઉણપ નહીં રહે. બીમાર વ્યક્તિને આપવામાં આવતા ફળોમાં પપૈયું પણ સામેલ હોય છે કારણ કે તેના એક નહીં અનેક ફાયદા છે. સરળતાથી એકરસ થઇ જવાના તેના ગુણને કારણે તે શરીરને બહુ જલ્દી ફાયદો પહોંચાડે છે. પપૈયું એક એવું ફળ છે જે કાચું અને પાકું એમ બંને રીતે ખાઇ શકાય છે. ત્યારે ચાલો આજે એક એવી વાનગીની Recipe આપીએ જે પાકાં પપૈયામાંથી બને છે.. તો ચાલો આજે બનાવીશું પપૈયાનો હલવો…
આ પણ વાંચો- દૂધમાં ચપટી હળદર ઉમેરીને પીવાના 18 ફાયદા
પપૈયાનો હલવો બનાવવા માટેની સામગ્રી:
* 2 ચમચા ઘી
*2 ચમચા કન્ડેન્સ મિલ્ક
* 2 ચમચા રવો
*200 ગ્રામ પપૈયુ
* 2 ચમચી સાકર
* 2 ચમચા ફ્રેશ ક્રીમ અથવા બે ચમચા મલાઈ
* પા ચમચી ઈલાયચી પાવડર
* ગાર્નિશ માટે બદામની કતરણ
પપૈયાનો હલવો બનાવવા માટેની રીત:
* પહેલા ગેસ ચાલુ કરીને, એક પેનમાં ઘી મૂકવુ. ઘી ગરમ થાય એટલે તેમાં રવો એડ કરવો.
*ધી મા રવાને ધીરે-ધીરે સતત હલાવતા રહેવું .અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો.
* પછી પપૈયાની છાલ કાઢીને, તેના પીસ કરીને, પીસ ને સ્મેસર થી સ્મેશ કરી ,તેનો પલ્પ તૈયાર કરવો. અને એક બાઉલમાં કાઢી લેવો.
* પછી શેકેલા રવામા, પપૈયાનો પલ્પ એડ કરવો. અને પછી બધું બરાબર મિક્સ કરવું .અને પછી તરત જ તેમાં કન્ડેન્સ મિલ્ક, ફ્રેશ ક્રીમ ( fresh cream) ,સાકર ,તથા એલચી પાવડર એડ કરવો .અને બધું બરાબર હલાવી લેવું.
* બધું બરાબર મિક્સ થઈ જાય. અને હલવો પેન ને છોડવા લાગે. એટલે ગેસ બંધ કરી લેવો.
* અને હલવાને સર્વિંગ બાઉલમાં કાઢી લેવો.
* આપણો ટેસ્ટી પપૈયા હલવો તૈયાર છે. તેને સર્વિંગ બાઉલમાં કાઢી, ઉપર બદામની કતરણથી ગાર્નીશ કરવું .અને બાઉલ ની આજુબાજુ પપૈયાના ફ્લાવર મૂકી, ડેકોરેશન કરી સર્વ કરવું.
આ પણ વાંચો- ચામડીની એલર્જી / એલર્જીથી થતી વિવિધ સમસ્યાઓ અને તેના કુદરતી ઉપચારો