T20 World Cup 2024 : T20 વર્લ્ડ માટે ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ અંતર્ગત હાલમાં વોર્મ-અપ મેચો ચાલી રહી છે. આ પછી મુખ્ય ટૂર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા 1 જૂને બાંગ્લાદેશ સામે તેની વોર્મ અપ મેચ રમશે. આ પછી, તે 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. શું હશે વર્લ્ડ કપ મેચોનો સમય અને ટીમ ઈન્ડિયાની મેચો ક્યારે થશે? ચાલો જાણીએ…
ભારતીય સમય અનુસાર વર્લ્ડ કપની 5 મેચ સવારે 5 વાગ્યે, 20 મેચ સવારે 6 વાગ્યે, 23 મેચ રાત્રે 8 વાગ્યે, 2 મેચ રાત્રે 9 વાગ્યે, 3 મેચ 10.30 વાગ્યે અને 2 મેચ રાત્રે 12.30 વાગ્યે રમાશે.ટીમ ઈન્ડિયાની રાઉન્ડ-1ની તમામ મેચો રાત્રે 8 વાગ્યાથી યોજાશે. આ મેચો લગભગ 11.30 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે આ મેચોનો સમય IPLના સમય જેવો જ રહેશે. 5 જૂને આયર્લેન્ડ સામેની મેચ બાદ ભારતીય ટીમ 9 જૂને પાકિસ્તાન, 12 જૂને અમેરિકા અને 15 જૂને કેનેડા સામે ટકરાશે.
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ