T20 World Cup 2024/ T20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર,આ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICCએ  આ વર્ષે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આગામી T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને શાનદાર મેચ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરાયેલ મેન્સ T20 વર્લ્ડકપ 2024 શેડ્યૂલમાં ભારતને પાકિસ્તાન, આયર્લેન્ડ, યુએસએ અને કેનેડાની […]

Top Stories Sports
1 2 T20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર,આ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICCએ  આ વર્ષે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આગામી T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને શાનદાર મેચ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરાયેલ મેન્સ T20 વર્લ્ડકપ 2024 શેડ્યૂલમાં ભારતને પાકિસ્તાન, આયર્લેન્ડ, યુએસએ અને કેનેડાની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે.. સહ-યજમાન યુનાઇટેડ સ્ટેટ્સ T20 વર્લ્ડ કપ 2024 ની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ કેનેડા સામે ટકરાશે, જ્યારે યજમાન વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ પ્લેના બીજા દિવસે ગુયાનામાં પાપુઆ ન્યુ ગિની સામે રમશે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન વચ્ચે રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાવાની છે.

ભારતની તમામ ગ્રુપ મેચો યુએસએમાં રમાશે. ભારત T20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે 5 જૂને ન્યૂયોર્કમાં રમાનારી મેચથી કરશે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. T20 વર્લ્ડ કપ 2024 નવા ફોર્મેટમાં યોજાશે, જેમાં પ્રથમ વખત 20 ટીમો હશે. આ ટીમોને પાંચના ચાર ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સુપર એઈટ સ્ટેજમાં આગળ વધે છે. આ તબક્કામાં બાકીની ટીમોને ચાર-ચારના બે જૂથોમાં વહેંચવામાં આવશે. આ ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે અને આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને યોજાશે.

T20 વર્લ્ડ કપની મેચો યુએસએમાં ત્રણ સ્થળોએ અને કેરેબિયનમાં છ સ્થળોએ રમાશે. 29 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 20માંથી 10 ટીમો તેમની પ્રથમ મેચ યુએસએમાં રમશે. જેમાંથી 16 મેચ લોડરહિલ, ડલ્લાસ અને ન્યૂયોર્કમાં યોજાશે.ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ 9 જૂને લોંગ આઈલેન્ડના ન્યૂ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.કેરેબિયનના છ અલગ-અલગ ટાપુઓમાં 41 મેચો રમાશે, જેમાં સેમિફાઇનલ ત્રિનિદાદ અને ટોબેગો અને ગયાનામાં અને ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં થશે

T20 વર્લ્ડ કપ 2024માં ભારતની ગ્રુપ સ્ટેજની મેચો
ભારત વિ આયર્લેન્ડ – 5 જૂન, ન્યુયોર્ક
ભારત વિ પાકિસ્તાન – 9 જૂન, ન્યૂયોર્ક
ભારત વિ યુએસએ – 12 જૂન, ન્યુ યોર્ક
ભારત વિ કેનેડા – 15 જૂન, ફ્લોરિડા

ટી20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ

ગ્રુપ સ્ટેજ – 1 થી 18 જૂન.

સુપર 8 – 19 થી 24 જૂન.

સેમિ ફાઇનલ – 26 અને 27 જૂન.

ફાઇનલ- 29 જૂન


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ

આ પણ વાંચો:NAGPUR/પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ…