ચેન્નાઈઃ તમિલનાડુના મદુરાઈ રેલ્વે સ્ટેશન પર શનિવારે RailwayCoachFire એક પેસેન્જર ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી, જેના પરિણામે ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા અને 20 અન્ય ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના લખનૌ-રામેશ્વરમ એક્સપ્રેસમાં બની હતી.
આઈએએનએસના અહેવાલ મુજબ, મૃતકોમાંથી છ ઉત્તર પ્રદેશના હતા અને આગ લાગી હતી તે કોચમાં 55 મુસાફરો હતા. દક્ષિણ રેલ્વેના નિવેદન મુજબ, ખાનગી પાર્ટીના કોચમાં બેઠેલા મુસાફરોએ “ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે RailwayCoachFire દાણચોરી કરીને લઈ જતાં હોવાથી ટ્રેનમાં આગ લાગી હતી. મદુરાઈ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મદુરાઈ જિલ્લા કલેક્ટર એમ.એસ. સંગીતાએ જણાવ્યું હતું કે, “આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ, અહીં મદુરાઈ રેલ્વે સ્ટેશન પર રોકાયેલા એક કોચમાં આગ લાગી હતી. તેમાં ઉત્તર પ્રદેશના યાત્રાળુઓ હતા. જ્યારે તેઓ કોફી બનાવવા માટે ગેસનો ચૂલો સળગાવતા હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. અત્યાર સુધીમાં અમે નવ મૃતદેહોને બહાર કાઢ્યા છે.”આ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ટ્રમ્પની ટ્વિટર પર રિએન્ટ્રી…..
આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ તો બ્રિક્સના કારણે વિશ્વમાં ખતમ થઈ જશે ડોલરનું વર્ચસ્વ!
આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ જાપાને દરિયામાં છોડ્યું રેડિયોએક્ટિવ પાણી, 133 કરોડ લિટર રેડિયોએક્ટિવ પાણી ક્યાંથી આવ્યું… શું છે તેના ગેરફાયદા
આ પણ વાંચોઃ પંચમહાલ/પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી,કેબલ ટ્રેક પરથી ઉતરી જતા શ્રદ્વાળુઓના જીવ તાળવે ચોટીયા
આ પણ વાંચોઃ Ahmedabad/અમદાવાદ ખાતે ઓગસ્ટ માસનો જિલ્લા કક્ષાનો યોજાયો ‘સ્વાગત કાર્યક્રમ’