કોંગ્રેસના નેતા અને પાર્ટીના પંજાબના વડા નવજોત સિંહ સિદ્ધુ ઘણા સમયથી ચર્ચામાં છે. અવારનવાર તેના આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તાંત્રિકની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તે ચૂંટણી સભામાં સ્ટેજ પર બેઠો છે અને આંખ બંધ કરીને મંત્ર જાપ કરતા જોવા મળી રહ્યા છે.લોકોએ તેમને તાંત્રિક સિદ્ધૂ કહીને આ વીડિયોના મીમ બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા છે. જે હાલ જોરદાર રીતે શેર થઈ રહ્યાં છે. લોકો આ મીમને જોઈને હંસી રહ્યાં છે અને સિદ્ધૂની મજાક ઉડાવી રહ્યાં છે.
આ પણ વાંચો:યુપી ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, કહ્યું- 10 દિવસમાં ખેડૂતોની લોન માફી
આ વાયરલ વીડિયો ટ્વિટર પર એક યુઝરે શેર કર્યો છે. એક અહેવાલ મુજબ આ વીડિયો મંગળવારનો છે જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર માટે જોડા ફાટક પાસે દશમેશ નગર ગયા હતા. આ દરમિયાન તેમણે રાજવિંદર મોહકમપુરાના ઘરે લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુનો આ વીડિયો વાયરલ થયો હતો.
રિપોર્ટ અનુસાર રાજવિંદર મોહકમપુરા આ સભામાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા અને નવજોત સિંહ સિદ્ધુ તેમની બરાબર બાજુમાં બેઠા હતા. આ દરમિયાન અચાનક નવજોત સિંહ સિદ્ધુએ મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું. આટલું જ નહીં, આ દરમિયાન તે હાથની આંગળીઓની મદદથી આંખ આડા કાન કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોને કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરીને વાયરલ કરી દીધો હતો.
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે સિદ્ધુની મજા લેવાનું શરૂ કરી દીધું હતું. જો કે , એ હકીકત છે કે સિદ્ધુને નજીકથી ઓળખતા લોકો કહે છે કે, તે એક આધ્યાત્મિક વ્યક્તિ છે. તેમની પૂજા અને યોગમાં ઊંડી શ્રદ્ધા છે. હાલમાં નવજોત સિંહ સિદ્ધુનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ તેને પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત સાથે જોડીને મજા પણ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ,નવજોત સિંહ સિદ્ધુ ખૂબ જ દુખી છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ એકવાર ફરી સરકાર પર કર્યો કટાક્ષ, કહ્યુ- નવુ ઈન્ડિયા ચાઈના નિર્ભર છે
આ પણ વાંચો:/ અદાણીને પાછળ છોડી અંબાણી એશિયાના સૌથી ધનિક, માર્ક ઝકરબર્ગ 14માં સ્થાને