તાપીના ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર ઘટી ગયુ છે. તેમજ ડેમમાં પાણીનુ સ્તર ઘટતતા ગાયકવાડી સમયનો કિલ્લો દેખાયો હતો. દક્ષિણ ગુજરાત ઉકાઈ ડેમાં ગરમીના લીધે પાણીની તંગીના લીધે સુરત જિલ્લામાં તાપી નદીમાં પાણીનો ઘટાડો થઇ ગયો છે. જેના કારણે લાંબા સમય પછી ફરી એકવાર ગાયકવાડનો કિલ્લો પ્રગટ થયો છે. આ પહેલા 1997માં દેખાયો હરતો.
પાણીના સ્તર ઘટતા પાણીમાંડૂબી ગયેલ કિલ્લાની તોપો, દીવાલ અને કેટલીક એન્ટિક વસ્તુઓ દેખાવા લાગી છે જેને જોવા માટે લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા હતા.
ઈતિહાસકારોના મુજબ આ કિલ્લાનું નિર્માણ 1728માં રાજા પીલ્લાજીરાવએ કરાવ્યું હતું. આ કિલ્લો બન્યા બન્યા બાદથી જ સોનગઢમાં ગાયકવાડ રાજ્યની શરૂઆત થઇ હતી.
ઉચ્છલના વાજપુર ગામે આવેલ આ કિલ્લો ગત 2016ના વર્ષમાં દેખાયો હતો. ઉકાઈ ડેમનું લેવલ .285.69 ફૂટ છે. ડેમમાં પાણીનો જીવંત જથ્થો .8.74 ટકા બચ્યુ છે.