Navratri 2024/ નવરાત્રિમાં ખૈલેયામાં ટેટુનો ક્રેઝ, ભીડમાં ઓળખ આપતાં જાણો કયાં Tattoo છે ટ્રેન્ડમાં

નવરાત્રી (Navratri)માં ખેલૈયાઓને ગરબાની સાથે ટેટુ (Tattoo ) કરવાનો ભારે ક્રેઝ હોય છે.

Rashifal Navratri Celebration Trending Dharma & Bhakti Uncategorized
Cricket Tutorials YouTube Thumbnail 2024 10 01T122636.346 1 નવરાત્રિમાં ખૈલેયામાં ટેટુનો ક્રેઝ, ભીડમાં ઓળખ આપતાં જાણો કયાં Tattoo છે ટ્રેન્ડમાં

Navratri Celebration 2024: નવરાત્રી (Navratri)માં ખેલૈયાઓને ગરબાની સાથે ટેટુ (Tattoo ) કરવાનો ભારે ક્રેઝ હોય છે રંગબેરંગી ચણીયા ચોળી મેકઅપ વાળો લુક અને કલરફુલ ટેટુ (Tattoo ) પણ બ્યુટીનો એક ગણવામાં આવે છે નવરાત્રીમાં ટેટુ ખેલૈયાઓને વધુ આકર્ષે છે અને નવરાત્રીમાં ગરબાની ભીડમાં ટેટૂ ખેલૈયાઓને આગવી ઓળખ આપે છે ..આ વખતે ટેટુમાં ગ્લિટર વાળા ટેટુ , કલરીંગ ટેટુ (Tattoo ) અને સ્ટીકર સ્પ્રે ટેટુ (Tattoo ) લોકો વધુ પસંદ કરી રહ્યા છે નવરાત્રી માં ટેમ્પરરી ટેટુ ગરબા રસિકોની પેહલી પસંદ હોય છે.

Cricket Tutorials YouTube Thumbnail 2024 10 01T120947.322 નવરાત્રિમાં ખૈલેયામાં ટેટુનો ક્રેઝ, ભીડમાં ઓળખ આપતાં જાણો કયાં Tattoo છે ટ્રેન્ડમાં

માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રી ને હવે ગણતરી ના દિવસો જ બાકી છે નવરાત્રી ને લઈ ને ખેલૈયા ઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રી ની તૈયારીઓ ના ભાગ રૂપે અવનવા ટ્રેડિશનલ કપડાં ,આભુશણો , દાંડિયા અને ટેટુ ને લઈને ગરબા રસિકો ખુબજ કોન્સિયસ હોય છે આ વખતે પણ દર વખત ની જેમ ખેલેયા ઓ ટેટુ કરાવા માટે અવનવી ડિઝાઇન પસંદ કરી રહ્યા છે ટેટૂ કરાવા માટે કોઈ ઉંમર કે કોઈ લિમિટ હોતી નથી.

આઠ વર્ષના બાળકથી લઈ ૫૦ વર્ષની વ્યક્તિઓ પણ ટેટુ કરાવે છે જોકે નવરાત્રી માં ટૅટૂ ફીમેલને વધુ આકર્ષ છે, પણ આ વર્ષે ટૅટૂ કરવામાં પુરુષોની સંખ્યા વધારે છે. નવરાત્રીમાં પર્મનેન્ટ ટેટુ કરતા ટેમ્પરરી ટેટુ નો વધારે ક્રેઝ હોય છે ટેમ્પરરી ટેટુ નાં નવરાત્રિના નવ દિવસ અલગ અલગ ટેટુ કરાવી શકાય છે.

Cricket Tutorials YouTube Thumbnail 2024 10 01T121824.802 1 નવરાત્રિમાં ખૈલેયામાં ટેટુનો ક્રેઝ, ભીડમાં ઓળખ આપતાં જાણો કયાં Tattoo છે ટ્રેન્ડમાં

ટૅટૂમાં પણ વિવિધ પ્રકારની થીમ અને ડિઝાઇન જોવા મળે છે.આ વર્ષે વુમન સેફટી , ઇન્ડિયા વિન્સ વર્લ્ડ કપ, ઇનોવેશન ઓફ શ્રીરામ મંદિર અયોધ્યા , ઓલમ્પિક, બુલેટ ટ્રેન, મોદી 3.0 તેમજ સોશિયલ મીડિયા ની સાઇડ ઇફેક્ટ ની થીમ પર લઈ આવો ટેટુ ચિત્રવાનું પસંદ કરે છે.

છોકરીઓ માટે બટરફ્લાય, ફેઇરી, સ્ટાર, દાંડિયા રમતાં કપલ્સ, સ્પાર્કલ અને છોકરાઓ માટે મૂછસ્ટેપ અને પાઘડી ઑલટાઇમ ફેવરિટ છે. નાનામાં નાનું ટૅટૂ કરવા માટે પંદર મિનિટ અને મોટામાં મોટું ટૅટૂ કરવા માટે બેથી અઢી કલાકનો સમય લાગે છે. નવરાત્રી માં ટૅટૂ નૉર્મલી છોકરીઓ બૅક સાઇડ અને છોકરાઓ બાજુ પર વધારે કરાવે છે.પણ હવે તો કમર ઉપર અને ગળાના ભાગે અને ડોક પર માનુનીઓ ટેટુ કરાવાનું વધુ પસંદ કરે છે આ વખતે ટેટુમાં ગ્લિટર વાળા ટેટુ , કલરીંગ ટેટુ અને સ્ટીકર સ્પ્રે ટેટુ લોકો વધુ પસંદ કરી રહ્યા છે ગરબા રસિકો હાથ પર ડોક પર અને પીઠ પર ટેટુ કરવાનું વધુ પસંદ કરે છે.

Cricket Tutorials YouTube Thumbnail 2024 10 01T122202.709 નવરાત્રિમાં ખૈલેયામાં ટેટુનો ક્રેઝ, ભીડમાં ઓળખ આપતાં જાણો કયાં Tattoo છે ટ્રેન્ડમાં

ટેટુના અત્યારે 2 પ્રકાર વધુ ટ્રેન્ડમાં છે. ખૈલેયાઓ નવરાત્રિમાં પરમનેન્ટ અને ટેમ્પરરી ટેટૂ કરાવે છે. ટેમ્પરરી ટેટુમાં એક દિવસનાં ટૅટૂ અને બે-ત્રણ દિવસ માટે રહે એવાં ટૅટૂ જયારે બીજા પ્રકારમાં નવથી દસ દિવસ માટે ટૅટૂ કરવામાં આવે છે.

Cricket Tutorials YouTube Thumbnail 2024 10 01T122636.346 નવરાત્રિમાં ખૈલેયામાં ટેટુનો ક્રેઝ, ભીડમાં ઓળખ આપતાં જાણો કયાં Tattoo છે ટ્રેન્ડમાં

નવરાત્રિમાં જેમ મેક-અપ ની સાથે સાથે ટૅટૂ પણ બ્યુટીનો એક ભાગ છે. એ એવી વસ્તુ છે જે તમને દેખાડે છે અને લોકોને તમારા તરફ આકર્ષે છે.મોટા ભાગે નવરાત્રિમાં આઠથી નવ દિવસ રહે એવું ટૅટૂ ગરબા રસિકો કરાવતા હોય છે ટૅટૂમાં કોઈ ડિઝાઇન નક્કી નથી હોતી મોટા ભાગે લોકો જે ટ્રેન્ડ હોય એ ડિઝાઇન કરાવતા હોય છે આ વખતે ટેટુ માં .અંબા ના ફેસીસ , ગો કોરોના ગો અને બુલેટ ટ્રેન નો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે.

@ અનિતા પરમાર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સારા આચરણથી પણ મળે છે જીવનમાં શુભ પરિણામ!

આ પણ વાંચો:પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે જરૂરી છે?

આ પણ વાંચો:સોમવારે આ કામ કરો, ભગવાન શિવ પ્રસન્ન થશે