Not Set/ તાઉ-તે તો આવ્યું અને ગયું પણ તંત્રની પોલ ખોલતું ગયું, ભૂતકાળમાં આવી હાલત તો ક્યારે પણ સર્જાઈ નથી

વિજતંત્ર માત્ર વીઆઈપી ઓની ખીદમતમાં હતું. અને આમ આદમી ત્રાસ વેઠતો હતો બીજું બધું તો ઠીક પણ લોકોને મોબાઈલ ચાર્જ ન કરી શકતા બંધ રાખવા પડ્યા હતા  

Top Stories Gujarat Trending
s1 5 તાઉ-તે તો આવ્યું અને ગયું પણ તંત્રની પોલ ખોલતું ગયું, ભૂતકાળમાં આવી હાલત તો ક્યારે પણ સર્જાઈ નથી
  • વાવાઝોડાએ  તંત્રની પોલનો કર્યો પર્દાફાશ               
  • વિજતંત્રે તો લોકોને દોઢ થી બે દિવસ બાનમાં લીધા, રસ્તાપરના વૃક્ષો ખસેડવામાં તંત્રની ગોકળ ગાય જેવી ગતિ, ઘણા સ્થળે પાણીના પણ ફાંફા પડે તેવી હાલત સર્જાઈ  
  •  ૩૬ કલાક કરતા વધુ સમય લોકોને વીજ પુરવઠા વિના કાઢવો પડ્યો.

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર

૧૭મી મેની રાત ભાવનગર અમરેલી સહિતના જિલ્લાઓ માટે ગોઝારી બની. આ વખતે તાઉતે વાવાઝોડું  નિયત કાર્યક્રમ અને નિયત ઝડપ પ્રમાણે ત્રાટક્યું. સૌરાષ્ટ્રના ચારથી વધુ જીલ્લોમાં વિનાશનું તાંડવ ખેલાઇ ગયું. સરકાર કહે છે તે પ્રમાણે ભલે જાનહાની ઓછી કે નહિવત થઈ પણ સબસલામતના સરકારના દાવા ની હવા કાઢી નાખી.  કરોડો રૂપિયાનું નુકશાન તો થયું જ પણ લોકોને જે ત્રાસ ભોગવવો પડ્યો તેનો ઇતિહાસ લખાઈ શકે તેમ છે.

himmat thhakar 1 તાઉ-તે તો આવ્યું અને ગયું પણ તંત્રની પોલ ખોલતું ગયું, ભૂતકાળમાં આવી હાલત તો ક્યારે પણ સર્જાઈ નથી

ભાવનગરની વાત કરીએ તો આ ભયાનક વાવાઝોડાએ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા મોટી સંખ્યામાં વિજપોલ તૂટી પડ્યા. વીજતંત્રના અધિકારીઓ અને સરકાર કહે છે તે પ્રમાણે સબ સ્ટેશનો અને ટ્રાન્સફોર્મરો પણ નષ્ટ થયા. સૌરાષ્ટ્રના મોટાભાગના નગરો અને મહાનગરો ઉપરાંત ૨૦૦૦ થી  વધુ ગામોમાં વીજપુરવઠો બંધ થતાં લોકો પરેશાનીમાં મુકાયા. ઘણા સ્થળોએ તો ત્રણ દિવસ સુધી વીજપુરવઠો બંધ અગર ડીમ લાઈટના કારણે અડધા બંધ જેવી હાલત થઈ.

ताउते तूफान

સૌરાષ્ટ્રના છેવાડે આવેલા ભાવનગરે તો વાવાઝોડાની સૌથી વધુ સજા ભોગવી. ભાવનગરમાં ૧૭મીએ દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં બે વખત વીજળી ગુલ થઈ અને પછી આવી પણ ગઈ. પરંતુ ૧૭ મી મેં એ રાત્રે બેવાગ્યા બાદ પવનની ઝડપ થોડી વધી કે તરત લાઇટ બંધ થઈ. ૧૮મીએતો પવનની વધેલી ઝડપ અને વરસતા વરસાદ વચ્ચે ઘરમાં પુરાઈ ત્રાસ સહન કર્યો. ૧૮મીએ સાંજે પાંચ વાગ્યા બાદ પરિસ્થિતિ સુધરી હોવા છતાં લાઇટ ન આવી  ૧૮ મીની આખી રાત પસાર થઈ લોકો અંધારપટમાં સુઈ રહ્યા. ૧૯મીએ બપોર સુધી લાઇટ ન આવી.  ૩૬ કલાક કરતા વધુ સમય લોકોને  આ કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો.  તે વિષમ પળ હતી. સૌરાષ્ટ્ર ના કેટલાક સ્થળોએ આ પરિસ્થિતિનો સામનો કર્યો.

s1 6 તાઉ-તે તો આવ્યું અને ગયું પણ તંત્રની પોલ ખોલતું ગયું, ભૂતકાળમાં આવી હાલત તો ક્યારે પણ સર્જાઈ નથી

ભાવનગરમાં વાવાઝોડું ૧૯૮૧ના નવેમ્બર માસમાં પણ આવ્યું હતું.  પણ તે વખતે લોકોને આવી વેદનાઓ વેઠવી પડી નહોતી. ભાવનગરના અન્ય વિભાગો  જેમાં કોર્પોરેશન મહેસુલ બાંધકામ સહિતના તમામ વિભાગો વતી સરકારે  તંત્રે જે દાવાઓ કર્યા હતા. તે માત્ર ને માત્ર જુમલાઓ જેવા સાબિત થયા હતા.  ટૂંકમાં તાઉ તે તો આવ્યું અને ગયું પણ તંત્રની પોલ ખોલતું ગયું ભૂતકાળ માં આવી હાલત તો ક્યારે પણ સર્જાઈ નથી તેવું જાણકારો  કહે છે

A 218 તાઉ-તે તો આવ્યું અને ગયું પણ તંત્રની પોલ ખોલતું ગયું, ભૂતકાળમાં આવી હાલત તો ક્યારે પણ સર્જાઈ નથી

વાત અહીંથી અટકતી નથી બે બે દિવસ સુધી લાઇટ ન હોય પછી પાણી પુરવઠો પણ બંધ રહ્યો  લોકોને પાણી વગર પણ ચલાવી લેવું પડ્યું.  અખબારોને તંત્ર સાચવી લેતું હોય છે પણ સૌરાષ્ટ્રના ઘણા અખબારોની કચેરીઓમાં પણ બે બે દિવસ સુધી લાઇટ નહોતી. એવું ભૂતકાળમાં ભાગ્યેજ બન્યું છે  વૃક્ષો અને વિજપોલ પડવાને કારણે બંધ કે અડધા બંધ રહેલા રસ્તાઓ અને લોકો માટે ફરજીયાત લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી.  અધૂરામાં પૂરું હોય તેમ વિજતંત્ર માત્ર વીઆઈપી ઓની ખીદમતમાં હતું. અને આમ આદમી ત્રાસ વેઠતો હતો બીજું બધું તો ઠીક પણ લોકોને મોબાઈલ ચાર્જ ન કરી શકતા બંધ રાખવા પડ્યા હતા   વિજતંત્રે તમામ ફોલ્ટ સેન્ટર અને તેના અધિકારીઓના નામ સાથેનું લિસ્ટ જાહેર કર્યું પણ આ માનવંતા મહાનુભાવો ફોન કાપી નાખવાની પરંપરા સર્જતાં હતા  એક મહાનુભાવે તો વડાપ્રધાનના હવાઈ નિરીક્ષણનું કારણ આપી દીધું હતું

amreli river તાઉ-તે તો આવ્યું અને ગયું પણ તંત્રની પોલ ખોલતું ગયું, ભૂતકાળમાં આવી હાલત તો ક્યારે પણ સર્જાઈ નથી