Vadodara News : વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી જય અંબે વિદ્યાલયના પીટી શિક્ષક પંથેશ પંચાલ પર એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે શિક્ષકે વિદ્યાર્થિનીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો.
શાળા સંચાલકોએ તાત્કાલિક પગલાં લેતા આરોપી શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારીને માફીનામું લખી આપ્યું છે. જો કે, શાળા સંચાલકોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી નથી, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાથી હરણી વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે શાળા સંચાલકો આ મામલે કડક કાર્યવાહી કરે અને પોલીસ ફરિયાદ નોંધાવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. આ ઘટનાએ વડોદરાની શિક્ષણ પ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આવી ઘટનાઓ બનવી એ ખૂબ જ દુઃખદ બાબત છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરાઈ નથી, ખરેખર તો પોલીસે આ મામલે વિગતો જાણીને પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ.
થોડા સમય પહેલા, વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ગોત્રી સંસ્કાર નગરમાં રહેતા યુવાને દુષ્કર્મ આચર્યુ હતું. ચાર વર્ષ સુધી શરીરસુખ માણ્યા બાદ યુવકે યુવતીને તરછોડી દીધી હતી. તેના પગલે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ માલે કાર્યવાહી હાથ ઘરી હતી.
@ Nilesh Bhrambhatt
આ પણ વાંચો: 3 એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે; એક 32000KMની ઝડપે આવી રહ્યું છે, વિનાશની ચેતવણી
આ પણ વાંચો: જ્યારે એસ્ટરોઇડ અવકાશયાન સાથે અથડાયું ત્યારે નાસાએ ઇતિહાસ રચ્યો હતો
આ પણ વાંચો: એસ્ટરોઇડ ક્યારે પૃથ્વીની નજીક પહોંચશે?, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો