ઓવલમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડને માત્ર 110 રનમાં આઉટ કરીને ભારતે આ મેચ 10 વિકેટથી જીતી લીધી છે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડીને આઉટ કરવામાં ઇંગ્લેન્ડે પોતાનો પરસેવો છૂટી ગયો હતો, બંનેએ આ લક્ષ્ય માત્ર 19મી ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા હવે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
ટીમ ઈન્ડિયા લાંબા સમય પછી વનડે મેચ રમી રહી હતી, પરંતુ અહીં છેલ્લી ઓવર થઈ શકી ન હતી. આ મેચમાં માત્ર 44 ઓવરો જ નાખવામાં આવી હતી, એટલે કે એક ઈનિંગમાં આટલી ઓવર પણ રમાઈ શકી ન હતી. કારણ કે ઈંગ્લેન્ડની ઈનિંગ્સ 25.2 ઓવર જ પુર્ણ થઇ ગઇ હતી, જ્યારે ભારતે આ ટાર્ગેટ 18.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
જસપ્રીત બુમરાહની 6 વિકેટની સામે ઈંગ્લેન્ડની ટીમ 110 રન જ બનાવી શકી હતી. ભારત સામેની વનડેમાં આ ઈંગ્લેન્ડનો સૌથી ઓછો સ્કોર હતો. જેના જવાબમાં રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ફરી એકવાર વન-ડેમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી.
A clinical performance from #TeamIndia to beat England by 10 wickets 👏👏
We go 1️⃣-0️⃣ up in the series 👌
Scorecard ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/zpdix7PmTf
— BCCI (@BCCI) July 12, 2022
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્માએ 76 રનની ઈનિંગ રમી હતી. રોહિતે આ કારનામું માત્ર 58 બોલમાં કર્યું જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે શિખર ધવને અણનમ 31 રન બનાવ્યા છે, તો તેણે વિનિંગ બાઉન્ડ્રી પણ ફટકારી છે.