આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વભરમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ વડાપ્રધાનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો – World Record / ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે
વિરાટે ટ્વિટર પર વડાપ્રધાન મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, તેઓ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. વડાપ્રધાન મોદીને રમતગમત પ્રત્યે ખાસ લગાવ છે. તે ઘણીવાર રમતો વિશે ટ્વીટ કરે છે અને ખેલાડીઓને મળવા માટે સમય કાઢે છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમને સારા સ્વાસ્થ્ય અને સુખ સાથે આશીર્વાદ આપે. જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ પર રેકોર્ડ રસીકરણ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આજે, દેશભરમાં રેકોર્ડ 1.5 કરોડ કોરોના રસીઓ સંચાલિત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી 13 વર્ષ સુધી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને તે પછી તેઓ સાત વર્ષથી દેશનાં વડાપ્રધાન છે.
આ પણ વાંચો – અલવિદા / કોહલીનાં વિરાટ Decision બાદ ગાંગુલી-શાહે આપ્યું મોટુ નિવેદન, જણાવ્યું કેમ તેઓ છોડશે Captainship
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ગુરુવારે ટી 20 વર્લ્ડકપ બાદ ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. કોહલીની કેપ્ટનશીપમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. કોહલીનાં નેતૃત્વમાં ભારતે 45 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાં ભારતે 27 મેચ જીતી છે અને માત્ર 14 ટી 20 મેચ હારી છે. બે મેચ ટાઈ રહી હતી અને બે મેચો કોઈ પરિણામ વગર સમાપ્ત થઈ હતી. કોહલીએ ગુરુવારે એક નિવેદન દ્વારા જાહેરાત કરી હતી કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતમાં પુરુષોનાં ટી 20 વર્લ્ડ કપ બાદ તે ટી 20 કેપ્ટનપદેથી રાજીનામું આપશે. બીસીસીઆઈ દ્વારા ગુરુવારે જારી કરાયેલા નિવેદનમાં ગાંગુલીએ કહ્યું કે, વિરાટ ભારતીય ક્રિકેટ માટે મૂલ્યવાન ખેલાડી રહ્યો છે, તેણે ટીમનું તેજસ્વી નેતૃત્વ કર્યું છે. તે તમામ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન છે. આ નિર્ણય ભવિષ્યનાં રોડમેપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અમે વિરાટને તેના શાનદાર પ્રદર્શન માટે ધન્યવાદ આપીએ છીએ. અમે તેને આગામી વર્લ્ડ કપ અને તેનાથી આગળની પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે ભારત માટે આવા રન બનાવવાનું ચાલુ રાખશે.