વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ શ્રેણીમાં અજેય 2-0 ની લીડ મેળવી લીધી છે અને હવે તે મંગળવારે એટલે કે આજે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-0 થી હરાવવા મેદાનમાં ઉતરશે. જણાવી દઇએ કે, કેનબરામાં આ શ્રેણીની પ્રથમ મેચ ભારતે 11 રને અને સિડનીની બીજી મેચ 6 વિકેટે જીતી હતી.
ભારતે પ્રથમ મેચમાં પોતાના 161 રનનાં સ્કોરનો બચાવ કર્યો અને બીજી મેચમાં 195 રનનાં લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કર્યો. ત્રીજી મેચ સિડનીમાં યોજાવાની છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન મેદાન પર બીજી વખત ત્રણ મેચની ક્લિન સ્વીપ કરવા મેદાને ઉતરશે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં 2015–16 માં ત્રણ મેચની શ્રેણી 3-0 થી ક્લિન સ્વીપ કરી હતી.
બંને દેશો વચ્ચેની ઓસ્ટ્રેલિયા ટૂરમાં અગાઉની ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર રહી હતી. ટી-20 માં ભારતે સતત 10 જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને ત્રણ, ન્યૂઝીલેન્ડને પાંચ અને ઓસ્ટ્રેલિયાને બે મેચમાં પરાજય આપ્યો છે. તે ટી-20 માં અફઘાનિસ્તાનનાં બીજા શ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરતા એક જીતથી દૂર છે. અફઘાનિસ્તાને 2018-19માં સતત 12 ટી-20 અને 2016-17માં સતત 11 મેચ જીતી હતી.
હેડ ટૂ હેડ
ટી-20 ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 22 વખત એક બીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાંથી ભારતે 13 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 8 મેચ જીતી ચૂક્યુ છે. એક મેચ અનિર્ણાયક રહી છે. એટલે કે, ટી-20 ફોર્મેટમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયા પર વર્ચસ્વ જમાવ્યું છે.
સંભવિત બંને ટીમોનાં પ્લેઈંગ ઇલેવન
ભારતની સંભવિત પ્લેઈંગ ઇલેવન: શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, ટી નટરાજન, દિપક ચહર.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઇલેવન: ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિશેલ સ્વૈપ્સન, એન્ડ્ર્યુ ટાઇ, મોઇઝ્સ હેનરિક્સ, મેથ્યુ વેડ, સીન એબોટ, એડમ જામ્પા, ડેનિયલ સેમ્સ.
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે’
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…