IPL મુલતવી થયા પછી ક્રિકેટનાં ફેન થોડા દુઃખી થયા હતા. પરંતુ હવે તેમના માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે આજે ટીમ ઈન્ડિયાની ઘોષણા થઈ શકે છે. પસંદગીકારો આ મેચ માટે મોટી ટીમની ઘોષણા કરી શકે છે.
IPL 2021 / IPL ની અધુરી સિઝનના 31 મેચ આ દેશમાં યોજાઇ શકે છે, 4 ક્લબોએ ટુર્નામેન્ટ માટે રાખ્યો પ્રસ્તાવ
ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચ માટે પસંદ થયેલી ટીમમાં ચાર ઓપનર, ચારથી પાંચ મધ્યમ ક્રમનાં બેટ્સમેન, આઠથી નવ ઝડપી બોલરો, ચારથી પાંચ સ્પિન બોલરો અને બેથી ત્રણ વિકેટકીપર હોઈ શકે છે. પૃથ્વી શો અને હાર્દિક પંડ્યાની વાપસી પણ થઇ શકે છે. ક્રિકબઝનાં અહેવાલ મુજબ, પસંદગી કરવામાં આવતા ખેલાડીઓની સંખ્યા પણ તેના પર નિર્ભર થઈ શકે છે કે ટીમની પસંદગી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે થશે કે પછી ફક્ત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે. એવું માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટે એક મોટી ટીમ માટે કહ્યું છે જેથી આઇસીસીની મોટી ટૂર્નામેન્ટની ફાઈનલ પહેલા ખેલાડીઓ વચ્ચે મેચ થઈ શકે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડનાં સાઉથૈમ્પ્ટનમાં યોજાવાની છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ વન-ડે અને ટી-20 ટૂર્નામેન્ટની જેમ વર્લ્ડ કપ ફાઇનલ થાય તે માટે ક્રિકેટ ચાહકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જ્યાં વિશ્વની તમામ ટોચની ટેસ્ટ ટીમો વચ્ચે સ્પર્ધા થાય અને છેવટે બંને ટીમો વચ્ચે અંતિમ ટેસ્ટ રમાય. આઈસીસીએ ચાહકોનું આ સપનું પૂરું કર્યું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફોર્મ્યુલાની શરૂઆત કરી. વિવિધ કારણોને લીધે તે બે વખત મુલતવી રાખવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે તે થયું ન હોતું અને હવે આ મામલો પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચ્યો છે, એટલે કે સફેદ જર્સીમાં ટાઇટલ મુકાબલા સુધી પહોંચ્યો છે. ટીમો વર્ષ દરમિયાન ચાલુ ટેસ્ટ મેચમાં તેમની સફળતાનાં આધારે સ્કોર બનાવતી રહી. તમામ ટીમોએ ઘણો દમ લગાવ્યો અને તમામનો લક્ષ્ય પોતાને ફાઇનલમાં પ્રવેશ અપાવવાનો હતો. આને કારણે ઘણી ટેસ્ટ મેચ પણ રોમાંચક બની હતી અને અંતે, વિશ્વ ક્રિકેટની બે ટીમોએ ટાઇટલ મેચમાં પ્રવેશ મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ અને ભારતીય ક્રિકેટ ટીમ.
IPL 2021 / માઇક હસીને છોડી ઓસ્ટ્રેલિયાનાં અન્ય ખેલાડીઓ માલદીવ રવાના
ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ઈંગ્લેન્ડ સામે ફેબ્રુઆરી-માર્ચમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમનારા મોટાભાગના ખેલાડીઓને તક આપી શકે છે. દરેકની નજર હાર્દિક પંડ્યા પર હશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી-20 મેચોમાં નિયમિત બોલિંગ કરી રહ્યો નથી. પસંદગીકારો તેમના વિકલ્પોની ચર્ચા કરી શકે છે. આઈપીએલ 2021 માં શાનદાર પ્રદર્શન કરનાર પૃથ્વી શો નાં નામની ચર્ચા પણ થઈ શકે છે. અન્ય ચાર ઓપનર રોહિત શર્મા, શુભમન ગિલ, કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની ટીમમાં જગ્યાની ખાતરી છે, તેમ છતાં મુંબઈનાં બેટ્સમેન પૃથ્વી શો પર તમામની નજર છે.ફાસ્ટ બોલરોમાં પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે. 25 વર્ષનાં ખેલાડીએ ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પસંદગીકારો તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમના સિવાય જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં તક મળી શકે છે. ઈજાનાં કારણે ઈંગ્લેન્ડની સીરીઝમાંથી બહાર થઈ ગયેલા મોહમ્મદ શમી પરત આવી શકે છે. આર.અશ્વિન અને અક્ષર પટેલને સ્પિનરોની જગ્યા પાક્કી માનવામાં આવી રહી છે. રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીની પણ ટીમમાં વાપસી થવાની સંભાવના છે.