Not Set/ બ્લેકબેરીએ ભારતમાં Evolve અને Evolve X નામના બે સ્માર્ટફોન કર્યા લોન્ચ

નવી દિલ્હી, બ્લેકબેરી દ્વારા ભારતમાં Evolve અને Evolve X નામના બે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. ઓપ્ટીમસ ઇન્ફ્રાકોમ નામની કંપની ભારતમાં બ્લેકબેરીના સ્માર્ટફોન બનાવે છે અને આ જ કંપની દ્વારા બંને સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત ૨૪,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે. બ્લેકબેરીના આ બંને સ્માર્ટફોનમાંથી Evolve X પ્રીમિયમ સ્માર્ટફોન છે. આ […]

Trending Tech & Auto
712751 djlrbyquwam7tbg બ્લેકબેરીએ ભારતમાં Evolve અને Evolve X નામના બે સ્માર્ટફોન કર્યા લોન્ચ

નવી દિલ્હી,

બ્લેકબેરી દ્વારા ભારતમાં Evolve અને Evolve X નામના બે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. ઓપ્ટીમસ ઇન્ફ્રાકોમ નામની કંપની ભારતમાં બ્લેકબેરીના સ્માર્ટફોન બનાવે છે અને આ જ કંપની દ્વારા બંને સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત ૨૪,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે.

બ્લેકબેરીના આ બંને સ્માર્ટફોનમાંથી Evolve X પ્રીમિયમ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં ૫.૯૯ ઈંચની HD ડિસ્પ્લે અપાઈ છે, જેનો એસ્પેકટ રેશિયો ૧૮:૯ છે, તેમજ આ મોબાઈલમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન ૬૬૦ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

blackberry evolve બ્લેકબેરીએ ભારતમાં Evolve અને Evolve X નામના બે સ્માર્ટફોન કર્યા લોન્ચ

Evolve Xના સ્પેસિફિકેશન :

Evolve Xમાં ૬ GB રેમની સાથે ૬૪ GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેણે માઈક્રો SD કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ઉપરાંત Android 8.1 Oreo તેમજ 4,000mAhની બેટરીની સાથે સાથે ક્વોલ્કોમ ક્વિક ચાર્જ ૩.૦ સપોર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે આ સ્માર્ટફોનમાં વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.

બ્લેકબેરીના આ સ્માર્ટફોનની ફોટોગ્રાફી માટે વાત કરવામાં આવે તો Evolve Xમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં એક કેમેરો ૧૨ મેગાપિક્સેલ અને બીજો કેમેરો ૧૩ મેગાપિક્સેલનો છે. આ ઉપરાંત સેલ્ફી માટે ૧૬ મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો અપાયો છે, જેમાં પોટ્રેટ મોડમાં ફોટોગ્રાફી કરી શકાય છે.

Evolveના સ્પેસિફિકેશન :

Evolve માં ૪ GB રેમની સાથે ૬૪ GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેણે માઈક્રો SD કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ઉપરાંત ક્વોલ્કોમ સ્નેપડ્રેગન ૪૫૦ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનની ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો Evolveમાં ૧૩ મેગાપિક્સેલના ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

બ્લેકબેરી દ્વારા લોન્ચ કરાયેલા Evolve Xનું વેચાણ ઓગષ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં શરુ થશે, જયારે Evolveનું વેચાણ સપ્ટેમ્બરના મધ્યથી થશે. બીજી બાજુ આ સ્માર્ટફોન સાથે રિલાયન્સ જિયો દ્વારા કેટલીક શરતો સાથે ૩૯૫૦ રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે, જયારે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી આ સ્માર્ટફોન ખરીદવા પર ૫ ટકાનું તરત જ કેશબેક આપવામાં આવશે.