ન્યુ યોર્ક યુનિવર્સીટીના શોધકારોએ બાયોમેટ્રિક આઇડેન્ટીફિકેશનને ભેદવા માટે માસ્ટર ફિંગરપ્રિન્ટ કી બનાવી છે. આવી જ રીતે માસ્ટર ફિંગરપ્રિન્ટ કી બનાવવાનો હેતુ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનને ભેદવાનો છે.
શોધકારોએ જે કી તૈયાર કરી છે એની ક્ષમતા દર પાંચમાંથી એક સફળ મેચ કરવાની છે. એમણે જણાવ્યું કે, ફિંગરપ્રિન્ટને આર્ટિફિશિયલ રીતે તૈયાર કરી શકાય છે. આથી એવા ડેટા ભેદી શકાશે જે ફિંગરપ્રિન્ટથી સિક્યોર કરવામાં આવ્યા છે.
સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ મકકો હિપ્પોનેને એક ટ્વિટ કર્યું છે. આમાં એમણે માસ્ટર ફિંગરપ્રિન્ટ કીની તુલના તાળા માટે બનાવવામાં આવતી માસ્ટર કી સાથે કરી છે.
એક રિપોર્ટ મુજબ 2017માં વેચાયેલા સ્માર્ટફોન્સમાં 50 ટકા સ્માર્ટફોન્સમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યા છે. શોધકારોએ જણાવ્યું કે આંશિક ફિંગરપ્રિન્ટ બીજી ફિંગરપ્રિન્ટ સાથે મેચ કરવાની સમસ્યા રહેતી હોય છે.