ભારતમાં પોતાની ચોથી વર્ષગાંઠ પર Xiaomi મંગળવાર થી કેટલીક ઓફર્સ આપવા જઈ રહી છે. કંપની ભારતમાં ચોથી વાર Mi એનિવર્સરીની ઉજવણી કરી રહી છે. મહત્વનું છે કે Xiaomi એ ચાર વર્ષ પહેલા ભારતમાં Mi 3 સ્માર્ટફોન સાથે એન્ટ્રી લીધી હતી. Mi એનિવર્સરી સેલ 10 જુલાઈ થી 12 જુલાઈ સુધી ચાલુ રહેશે. ઓફર્સ માટે ગ્રાહકો ને Mi.com પર વિઝીટ કરવી પડશે.
સૌથી ખાસ ડીલની વાત કરીએ તો કંપની 4 રૂપિયાના ફ્લેશ સેલનું આયોજન કરશે. આમાં ગ્રાહકો Mi LED Smart TV 4 (55-ઇંચ), Redmi Y2, Redmi Note 5 Pro અને Mi Band 2 ને 4 રૂપિયામાં ખરીદી શકશે. સાથે જ આ દરમિયાન Mi Mix 2 અને Mi Max 2 જેવા સ્માર્ટફોન્સ પર ગ્રાહકોને છૂટનો લાભ મળશે.
ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને કેશબેક માટે Xiaomi એ SBI, Paytm અને MobiKwik સાથે ભાગીદારી કરી છે.સેલ દરમિયાન SBI ક્રેડિટ કાર્ડથી મિનીમમ 7500 રૂપિયાની ખરીદી પર ગ્રાહકોને 500 રૂપિયા ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ જ રીતે Paytm માંથી મિનિમમ 8999ની ખરીદી પર ફ્લેટ 500 રૂપિયાનું કેશબેક મળશે. MobiKwik પરથી ખરીદી કરવા પાર 25 ટકા સુધી સુપરકેશ ગ્રાહકોને આપવામાં આવશે.