One Plus 6 નું અપગ્રેડેડ વર્ઝન One Plus 6T ભારતમાં 30 ઓક્ટોબરે લોન્ચ થવાનું છે. આ લોન્ચ પહેલા જ આની કિંમત લીક થઇ ગઈ છે. કંપની દ્વારા બનાવવામાં આવેલા સૌથી મોંઘા ફોનમાંનો આ એક ફોન છે. ખબર છે કે કંપની આ સાથે 64જીબી સ્ટોરેજ વાળો વેરિયંટ બંધ કરી શકે છે.
ઓનલાઈને લીક થયેલા રિપોર્ટ્સ મુજબ કંપની 6જીની રેમ, 64 જીબી સ્ટોરેજ વાળા વેરિયંટને અલવિદા કહેશે. એના બદલે હવે 6જીબી રેમ, 128જીબી સ્ટોરેજ વાળો વેરિયંટ પેશ કરવામાં આવશે.
OnePlus 6T (મિરર બ્લેક) 6જીબી+128જીબી – 37,999 રૂપિયા
OnePlus 6T (મિડનાઇટ બ્લેક) 8જીબી+128જીબી – 40,999 રૂપિયા
OnePlus 6T (મિરર બ્લેક) 8જીબી+256જીબી – 44,999 રૂપિયા
ઓનલાઇન રિપોર્ટમાં ફોનના રેડ વેરિયંટ સાથે 64જીબી સ્ટોરેજ વાળા મોડલની કોઈ જાણકારી આપવામાં આવી નથી. જો લીક થયેલી કિંમતો સાચી સાબિત થાય છે તો, OnePlus લવર્સ માટે આ એક ખુશીની વાત હશે OnePlus 6 અને 6T ની કિંમતોમાં વધારે અંતર નથી.
કંપનીએ લોન્ચ ઇવેન્ટ માટે આમંત્રણ મોકલી દીધા છે. 30 ઓક્ટોબરે ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાતે 8:30 વાગે લોન્ચ ઇવેન્ટ શરુ થશે.