વડોદરામાં ઝાડા ઊલટીથી કિશોરીનું મોત થયું. અણગઢ ગામમાં રહેતી જાન્વી ગોહિલની તબિયત અચાનક બગડી. ઝાડા-ઉલટી જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યામાં કિશોરીનું મોત થતા પરિવારને આઘાત લાગ્યો છે. તેઓ એટલા માટે દુઃખી થયા કે તેમની પુત્રીને કોઈ ગંભીર નો હોવા છતાં તે કેવી રીતે મૃત્યુ પામી. જો કે આ મામલાની આરોગ્ય વિભાગે પણ નોંધ લીધી છે અને વધુ માહિતી માંગી છે.
શહેરમાં અણગઢ ગામમાં રહેતી જાન્વી નામની કિશોરીની તબિયત અચાનક બગડી. કિશોરીને ઝાડા અને ઉલટી થયા બાદ ચક્કર આવવા લાગ્યા. ચક્કર આવતા તે અર્ધબેભાન થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તે વિસ્તારની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન જ કિશોરીનું મોત થયું. હોસ્પટિલના તબીબોને પણ આશ્ચર્ય થયું છે કે સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા પીડિત કિશોરીનું કેવી રીતે મોત થયું. તબીબો કિશોરીને અન્ય કોઈ ગંભીર બીમારી હતી કે કેમ વગેરે કારણોની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે SITની તપાસ પુર્ણતાના આરે, રિપોર્ટ સોંપવાની 20મી સુધીની છે ડેડલાઈન
આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ
આ પણ વાંચો: અમદાવાદના ગોમતીપુરમાં બે લોકોની થઈ હત્યા, ગુનાખોરીનું પ્રમાણ વધ્યું
આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું
