Political/ મમતા બેનર્જીની હાજરીમાં ટેનિસ ચેમ્પિયન લિએન્ડર પેસ TMC માં જોડાયા

ટેનિસ ચેમ્પિયન લિએન્ડર પેસ ગોવામાં મમતા બેનર્જીની હાજરીમાં TMC માં જોડાયા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે લિએન્ડર પેસ TMC માં જોડાઈ રહ્યા છે.

Top Stories India
લિએન્ડર પેસ

ટેનિસ ચેમ્પિયન લિએન્ડર પેસ ગોવામાં મમતા બેનર્જીની હાજરીમાં TMC માં જોડાયા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે લિએન્ડર પેસ TMC માં જોડાઈ રહ્યા છે. લિએન્ડર પેસ મારા નાના ભાઈ જેવા છે. હું તેમને લાંબા સમયથી ઓળખું છું. હું તે સમયે યુવા મંત્રી હતી.

આ પણ વાંચો – OMG! / ટામેટા અને ક્રિસ્ટલ બ્રેડથી બનેલા ‘ઈનવિઝિબલ પિઝા’ની રેસિપી થઈ રહી છે વાયરલ, જોઇલો તમે પણ..

આપને જણાવી દઈએ કે, લિએન્ડર પેસે ડબલ્સમાં મહારત મેળવેલી છે. તેમણે ડેવિસ કપમાં સૌથી વધુ ડબલ્સ જીત્યા છે. આંકડાઓની વાત કરીએ તો, પેસે આઠ મેન્સ ડબલ્સ અને દસ મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જેમ તમે જાણો છો, મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં તેમનો કોઈ સાની નથી. વર્ષ 1999ની વાત કરીએ તો, તેમણે વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં મેન્સ ડબલ્સ/મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો, જે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આ સાથે, 2010 માં મિક્સ્ડ ડબલ્સ વિમ્બલ્ડન ટાઇટલ જીતીને, તે ત્રણ દાયકામાં વિમ્બલ્ડન ટાઇટલ જીતનાર બીજા વ્યક્તિ બન્યા હતા.

https://twitter.com/ANI/status/1453991292984201216?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1453991292984201216%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Fsports%2Fmore-sports%2Fpanaji-tennis-champion-leander-paes-joins-tmc-in-goa-221953.html

આ પણ વાંચો – World / તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત

પુરસ્કારો વિશે વાત કરીએ તો, લિએન્ડર પેસે 1996-97માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, 1990માં અર્જુન પુરસ્કાર, 2001માં પદ્મશ્રી પુરસ્કાર અને જાન્યુઆરી 2014માં પદ્મ ભૂષણ પુરસ્કાર જીત્યો છે. મેડલની વાત કરીએ તો લિએન્ડર પેસે 1996 ઓલિમ્પિકમાં સિંગલ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમજ લિએન્ડર પેસ એકમાત્ર ટેનિસ ખેલાડી છે જે સતત સાત ઓલિમ્પિકમાં રમ્યા છે.