@નિકુંજ પટેલ
ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ પઢવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં વિદ્યારીઓ મારઝૂડ પર ઉતરી આવ્યા હતા અને કેમ્પસમાં તતા વાહનોમાં તોડફોડ કરી હતી. જેને પગલે અહીં ભયનો માહોલ ઉભો થયો હતો. બીજીતરફ ચાર ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની વિગત મુજબ શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ચાર મુસ્લિમ વિર્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. દરમિયાન અન્ય વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કરતા બન્ને જૂથના વિદ્યાર્થીઓ બોલાચાલી બાદ મારામારી પર ઉતરી આવ્યા હતા. એટલું જ નહી આ મામલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કેમ્પસમાં તોડફોડ કરી હતી અને વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું. મારામારીમાં ચાર વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
બનાવની જાણ થતા જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ભૂતપુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં હોસ્પિટલ જઈને વિદ્યાર્થીઓની કબર પુછી હતી. તેમણે આ બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. તે સિવાય આ ઘટનામાં એઆઈએમઆઈએમના ઔવેસી પણ ચિત્રમાં આવ્યા હતા તેમણે કોઈ વ્યક્તિએ કરેલી પોસ્ટને રિપોસ્ટ કરીને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો