Not Set/ કોંગ્રેસમાં ખેંચેતાણ વધી, અધિર રંજન ચૌધરીએ કપિલ સિબ્બલ પર કર્યો આવો વળતો પ્રહાર

કપિલ સિબ્બલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કપિલ સિબ્બલ વિશેની દરેક વાત પર આપણે ટિપ્પણી કરવાની જરૂર નથી. તે આપણા નેતા નથી.  

Top Stories India
congress 1 કોંગ્રેસમાં ખેંચેતાણ વધી, અધિર રંજન ચૌધરીએ કપિલ સિબ્બલ પર કર્યો આવો વળતો પ્રહાર
કોંગ્રેસ પાર્ટીમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું  અને આ વાત કહેવીની બિલકુલ જરુરીયાત નથી કારણ કે આ વાત ઉંડીને આંખે વળગે તેવી છે. બિહારની ચૂંટણી બાદ કોંગ્રેસમાં પરસ્પર ઝઘડો વધ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ નેતા કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ કરે છે ત્યારે પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે. છેલ્લો મામલો કોંગ્રેસના સાંસદ અને અસંતુષ્ટ જૂથ જી -23 ના સભ્ય કપિલ સિબ્બલ સાથેનો છે.
કાબિલ સિબ્બલે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી દોઢ વર્ષથી પ્રમુખ વિના કેવી રીતે કામ કરી રહી છે અને પાર્ટીના કાર્યકરો ફરિયાદ સાથે ક્યાં જાય. આ પછી અશોક ગેહલોત અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા આ નિવેદન મામલે સિબ્બલ પર  હુમલો કરવામાં આવ્યો છે. અધિર રંજન ચૌધરી કહે છે કે, તેઓ (કપિલ સિબ્બલ) અમારા નેતા નથી, જેમને તેમના તમામ નિવેદનો પર જવાબ આપવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, કપિલ સિબ્બલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ દોઢ વર્ષથી પાર્ટી અધ્યક્ષ વિના રહી હતી કારણ કે રાહુલ ગાંધી જાહેરાત કરી હતી કે તેમને પાર્ટીના વડા બનવામાં રસ નથી. તેમણે કહ્યું હતું કે દોઢ વર્ષ સુધી કોઈ નેતા વિના પાર્ટી કેવી રીતે કાર્ય કરી શકે. કોંગ્રેસના કાર્યકરોને પોતાની વાત લઇને ક્યાં જવું તે ખબર નથી. સિબ્બલે કહ્યું કે તાજેતરની ચૂંટણીઓ બતાવે છે કે યુપી – બિહાર – મધ્યપ્રદેશ – ગુજરાત સહિતનાં રાજ્યોમાં કોંગ્રેસની હાલત શું છે.

કોંગ્રેસે ગુજરાતમાં તમામ બેઠકો ગુમાવી

તેમણે કહ્યું કે અમે ગુજરાતમાં આઠ બેઠકો ગુમાવી હતી.  65% મતો ભાજપ પાસે ગયા છે, જ્યારે કે આ બેઠકો કોંગ્રેસના પક્ષકારો દ્વારા ખાલી કરાઈ હતી. કોંગ્રેસના પક્ષકારોને કારણે મધ્યપ્રદેશમાં તમામ 28 બેઠકો ખાલી પડી હતી, પરંતુ કોંગ્રેસ માત્ર આઠ બેઠકો પર જ જીતી શકી. તેમણે કહ્યું કે, જ્યાં ભાજપ પાસે એક પણ બેઠક નહોતી, ત્યાં પણ અમારે દરેક બેઠક માટે લડવું પડ્યું. આપણે તેના વિશે કંઈક કરવું જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને કહ્યું
વરિષ્ઠ વકીલે દુખ વ્યક્ત કર્યું હતું કે, તેમણે જુલાઈમાં સંસદીય જૂથની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ પાર્ટીના 23 નેતાઓએ ઓગસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખ્યો હતો, પરંતુ તે અંગે કોઈ ચર્ચા થઈ નહોતી અને ન તો કોઈ અમારી પાસે પહોંચ્યું હતું.

કપિલ સિબ્બલનાં નિવેદન બાદ તેના પર શાબ્દિક હુમલો
કપિલ સિબ્બલનું નિવેદન બાદ કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસની કાર્ય કરવાની એક શૈલી છે, પાર્ટીના નવા પ્રમુખ વિશે કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તે પૂર્ણ થશે ત્યારે તેની જાહેરાત કરવામાં આવશે. કપિલ સિબ્બલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કપિલ સિબ્બલ વિશેની દરેક વાત પર આપણે ટિપ્પણી કરવાની જરૂર નથી. તે આપણા નેતા નથી.  

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….