Israel News/ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં આતંકવાદી હુમલો, 3 લોકોના મોત

ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 3 લોકોના મોતના સમાચાર છે. આ હુમલા પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવ્યા છે.

Top Stories World
ઈઝરાયેલની

ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 3 લોકોના મોતના સમાચાર છે. આ હુમલા પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા બાદથી પેલેસ્ટાઈન જવાબી વલણ અપનાવી રહ્યું છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. એક પછી એક હુમલા કરવામાં આવી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં, પેલેસ્ટાઈન ઇઝરાયેલના તેલ અવીવ અને પશ્ચિમ કાંઠે હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ તેલ અવીવના ભીડભાડવાળા વિસ્તારમાં એક કાર ઘુસી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પશ્ચિમ કાંઠે એક કાર પર ગોળીબાર થયો હતો. જેમાં બે ઈઝરાયેલી બહેનોના મોત થયા હતા.

પોલીસનું કહેવું છે કે આ એક આતંકવાદી હુમલો છે. કાર ચાલક આ રીતે ભીડમાં કેમ ઘૂસ્યો તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેની પાછળ પેલેસ્ટાઈન છે. ઈઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં 16 અને 20 વર્ષની બે બહેનોના મોત થયા હતા અને તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને બહેનો મૂળ બ્રિટિશ નાગરિક હતી. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે ક્રૂર આતંકવાદીઓએ બંને યુવાન બહેનોની હત્યા કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અમારી જમીન પર ઘૂમી રહ્યા છે, પરંતુ અમારા સુરક્ષા દળો તેમનો પીછો કરી રહ્યા છે.

આ પહેલા અલ-અક્સા મસ્જિદ પર ઈઝરાયેલના હુમલા બાદ આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર અનેક વખત રોકેટથી હુમલો કર્યો હતો. સાથે જ લેબનોન તરફથી પણ ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના મોરચાને હવાઈ હુમલા કરીને નષ્ટ કરી દીધું. હવે તેના જવાબમાં પેલેસ્ટાઈન દ્વારા નવો હુમલો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ ગાઝાથી 25 અને લેબનોનથી 34 રોકેટ ઈઝરાયેલ પર છોડવામાં આવ્યા હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે તેને 2006 પછીનો સૌથી મોટો રોકેટ હુમલો ગણાવ્યો હતો.

આ પણ વાંચો:માફિયા ડોન અતીક જેલમાંથી આવ્યો બહાર, હવે યુપીમાં  આ કેસમાં થશે હિસાબ-કિતાબ

આ પણ વાંચો:અતીક અહેમદ યુપી કેમ જવા માંગતો ન હતો? જાણો કારણ

આ પણ વાંચો:એન્કાઉન્ટરના ભય વચ્ચે યુપી પોલીસ અતીક અહેમદને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવશે

આ પણ વાંચો:અંગદાન કરનાર છોકરીના માતા-પિતા સાથે પીએમ મોદીએ કરી વાત, 39 દિવસની ઉંમરે થયું હતું મોત

આ પણ વાંચો:સાંસદ છીનવાયા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટરનો બદલ્યો બાયો, લખ્યું- Dis’Qualified MP