જમ્મુ કાશ્મીર/ શ્રીનગરના રાજૌરી કદલમાં આતંકવાદી હુમલો, ટ્રાફિક પોલીસકર્મી શહીદ

શહીદ થયેલા ટ્રાફિક પોલીસકર્મીની ઓળખ મોહમ્મદ અબ્દુલ્લા તરીકે થઈ છે, જે રાજૌરી કદલ ખાતે પોતાની ફરજ બજાવતા હતા. આતંકવાદી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયા બાદ…

Top Stories India
ટ્રાફિક પોલીસકર્મી

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો અને પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તાર રાજૌરી કદલમાં આતંકવાદીઓએ એક ટ્રાફિક પોલીસકર્મી પર અચાનક હુમલો કર્યો હતો. આતંકવાદીઓના ગોળીબારમાં એક ટ્રાફિક પોલીસકર્મી શહીદ થયો હતો. હુમલા બાદ સમગ્ર શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર વિશેષ ચોકીઓ લગાવવામાં આવી છે.અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

આ પણ વાંચો :Proud / વર્લ્ડ એથલેટિક્સે અંજુ બોબી જ્યોર્જને વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા

શહેરભરમાં નાકાબંધી

શહીદ થયેલા ટ્રાફિક પોલીસકર્મીની ઓળખ મોહમ્મદ અબ્દુલ્લા તરીકે થઈ છે, જે રાજૌરી કદલ ખાતે પોતાની ફરજ બજાવતા હતા. આતંકવાદી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયા બાદ સમગ્ર શહેરમાં સુરક્ષા વધારવાની સાથે શહેરમાં આવવા-જવાના તમામ માર્ગો પર ખાસ નાકાબંધી કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ વિસ્તારોને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ તેજ કરી દીધી છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે બુધવારે કહ્યું કે પાકિસ્તાન શિયાળાની મોસમમાં નિયંત્રણ રેખા પાર વધુ આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિને ખલેલ પહોંચાડવા માટે તત્પર છે.

આ પણ વાંચો :ટ્વિટરે જાહેર કરી નવી પોલિસી,જો આ કામ કરશો તો એકાઉન્ટ સસ્પેન્ડ…

બે આતંકવાદીઓ માર્યા ગયા

ડીજીપીએ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને પુલવામા જિલ્લાની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરવા અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બીજી તરફ, ઓપરેશન ઓલઆઉટ હેઠળ સુરક્ષા દળોએ પુલવામામાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર છે, જ્યારે બીજો વિદેશી આતંકવાદી છે. આતંકવાદીઓની સૂચના બાદ સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :મમતા બેનર્જી સામે ભાજપે કરી પોલીસ ફરિયાદ,રાષ્ટ્રીગીતનું અપમાન કરવાનો આરોપ..

આ પણ વાંચો :બિહારમાં મોતિયાના ઓપરેશન બાદ 27 દર્દીઓએ આંખ ગુમાવી,હોસ્પિટલ સીલ

આ પણ વાંચો :નવા વેરિઅન્ટ ઓમિક્રોનની રસી તૈયાર કરી રહી છે કંપનીઓ..?