Jammu-Kashmir News : જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. હુમલા બાદ ભારતીય સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં જવાનો શહીદ થયા છે. આતંકવાદીઓએ લોઈ મરાડ ગામ પાસે સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું. આ પછી, સેનાએ જવાબી કાર્યવાહી કરી અને કઠુઆ જિલ્લાના સમગ્ર માચેડી વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓએ હુમલો કરતા 5 જવાન શહીદ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
બે દિવસમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સહિતના સંયુક્ત દળોએ પણ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણા શોધી કાઢ્યા અને તેને નષ્ટ કરી દીધો. આતંકવાદીઓએ ઘરના કબાટની પાછળ એક ગુપ્ત ઓરડો રાખ્યો હતો, જ્યાં સેનાની શોધખોળ વધુ તીવ્ર બને ત્યારે તેઓ છુપાઈ શકે. આ રૂમનો દરવાજો કબાટના ડ્રોઅરમાંથી ખુલ્યો.
આતંકવાદીઓએ રવિવારે સવારે રાજૌરી જિલ્લાના એક ગામમાં આર્મી પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ સવારે લગભગ 4 વાગ્યે મંજકોટ વિસ્તારના ગલુથી ગામમાં આર્મી પોસ્ટ પર ગોળીબાર કર્યો, જેના પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે આતંકીઓ અને જવાનો વચ્ચે લગભગ અડધા કલાક સુધી ગોળીબાર થયો હતો, જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આ દરમિયાન આતંકીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હતા. આ પછી સેનાએ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું.
આ પણ વાંચો: ‘NDAને 400 બેઠકો મળી હોત કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બન્યો હોત’ શિવસેના સાંસદ પ્રતાપરાવ
આ પણ વાંચો: કુલગામ એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ કયાં છૂપાયા હતા થયો ઘટસ્ફોટ, ‘તિજોરીનીં અંદર મળ્યું મોટું બંકર’, જુઓ વીડિયો