પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદી હાફિઝ સઈદને 31 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે સઈદ પર 3 લાખ 40 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે તેને સજા સંભળાવી છે. જમાત-ઉદ-દાવા (JUD)ના વડા હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન યુએસ ડોલરનું ઇનામ રાખ્યું છે. હાફિઝ સઈદ 2008ના મુંબઈ આતંકી હુમલામાં વોન્ટેડ છે જેમાં 161 લોકો માર્યા ગયા હતા.
હાફિઝ સઈદની જુલાઈ 2019માં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે લાહોરથી ગુજરાનવાલા જઈ રહ્યો હતો.
આ પણ વાંચો: હાર્દિક, જિજ્ઞેશ અને અલ્પેશ, શું છે તેમનું રાજકીય ભવિષ્ય?
આ પણ વાંચો:ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ, ગુજરાત નેશનલ લો યુનિમાં 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ