વિશ્વભરમાં કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે.સમગ્ર જગત કોરોનાથી બચવા માટે કોરોનાની ગાઇડલાઇન મુજબ જીવી રહ્યા છે.દુનિયાના અનેક દેશોમાં માસ્ક ફરજિયાત છે જો માસ્ક ના પહેર્યુ હોય તો દંડ ભરવાની જોગવાઇ કરી છે. સામાન્ય રીતે વિદેશમાં નિયમો બધા માટે સરખાં હોય છે.નાના માણસથી લઇને વડાપ્રધાન માટે કાયદા સરખાં હોય છે. થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુથ ચાન ઓચાને માસ્ક ના પહેરવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
કોરોનાની મહામારીના લીધે થાઇલેન્ડમાં પણ માસ્ક પહેરવાનો કાયદો છે.થાઇલેન્ડના વડાપ્રધાનને માસ્ક ના પહેરતાં તેમને કાયદાના ઉલ્લંઘન કરવા બદલ 190 ડોલર એટલે 14 હજાર રૂપિયા દંડ કરાયો છે. આ આંગેની જાણકારી ગવર્નરે આપી હતી. થાઇલેન્ડમાં સામાન્ય માણસ માસ્કના નિયમનો ભંગ કરે તો 47 હજારનો દંડ વસૂલવામાં આવે છે.થાઇલેન્ડના વડાપ્રધાને ફેસબુક પર ફોટો શેર કર્યો હતો જે એક મીટિંગનો હતો.અને તેમાં તેમણે માસ્ક નહોતું પહેર્યુ .જેના લીધે ગવર્નરે વડાપ્રધાન પર દંડની કાર્યવાહી કરી હતી.