ભારતીય ચૂંટણી પંચ દ્વારા ભારતનાં અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. પંચ દ્વારા ગુજરાતની 7 બેઠકોમાંતી હાલ ફક્ત ખેરાલુ, થરાદ, અમરાઈવાડી અને લુણાવાડા એમ 4 બેઠકની ચૂંટણી જ જાહેર કરવામાં આવી છે અને 3 બેઠકો રાધનપુર, બાયડ અને મોરવા હડફ માટેની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. ત્યારે આ મામલે રાજકીય ગરમાવો જોવામાં આવી રહ્યો છે.
ગુજરાતની હજુ 3 બેઠકોનું સસ્પેન્સ યથાવત રહ્યું ત્યારે જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. અને જે બેઠક પહેલેથી જ રાજકીય ચર્ચાનાં કેન્દ્ર સ્થાને રહી છે તે, રાધનપુરની બેઠક માટેની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી ન હોવાથી અનેક પ્રકારની ચર્ચાઓ જન્મી રહી છે.
કારણ કે આ બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહત્વકાંક્ષી યુવા નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાંથી ચૂંટણી લડવાનાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. અને અલ્પેશ ઠાકોર આ બેઠકની દાવેદારી પણ ઘણીવાર પક્ષની રૂપરેખાને સાઇડ લાઇન કરી જાહેર કરી ચૂક્યા હોવાની પણ અનેક વખત ચર્ચાઓ ચાલી છે. હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઠાકોર સમાજનાં નેતા અલ્પેશ ઠાકોરની ભાજપ એન્ટ્રી સમયથી જ આ વિસ્તારનાં ભાજપનાં જૂનાં જોગીઓ પહેલેથી જ નારાજ ચાલી રહ્યા છે, તો સામે હાલ અલ્પેશ ઠાકોર જે પક્ષમાં છે તે, ભાજપ પણ પોતાની શિસ્ત માટે જાણીતું છે. અને અલ્પેશ ઠાકોરની પોતાનાં નામની પોતાની રીતે થઇ રહેલી આડકતરી જાહેરાતથી નારાજ હોવાનાં સમાચારો પણ એક સમયે વહેતા થયા હતા.
આપને જણાવી દઇએ કે, ચૂંટણીની જાહેરાતની અણસાર વચ્ચે થોડા સમય પૂર્વે જ રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનાં વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભનાં કહેવાતા પોસ્ટરોથી ભાજપમાં નારાજગી જોવામાં આવી હતી. અને અનેક જૂના ભાજપનાં નેતાઓ દ્વારા આ મામલે ગુજરાત ભાજપનાં મવળી મંડળને ફરિયાદ પણ કરવામાં આવી હતી.
તમામ બાબતો વચ્ચે હાલ ચૂંટણી પંચ દ્વારા રાધનપુરની પેટા ચૂંટણી જાહેર કરવામાં ન આવતા લોકચર્ચાએ જોર પક્યું છે કે “અલ્પેશ ઠાકોર”નું શું થશે ? ભાજપ ટીકીટ આપશે કે કાપશે ? કે ચૂંટણી જ હાલ પુરતી યોજવામાં નહીં આવે ?
આ પણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.