થરાદ,
થરાદ સાચોર હાઇવે પર ટ્રેલરમાં આગ લાગી હતી. મોટામેશરા પાસે ટ્રેલરમાં આગ લાગી હતી. સાચોર તરફ જતા ટ્રેલરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જુના ટાયર ભરીને જતા ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં ટ્રેલર બળીને ખાખ થઇ ગયા હતા. ટ્રેલર ચાલક અને ક્લીનરનો બચાવ થયો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી.