નાગપુર/ ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધતા 28 વર્ષના યુવકનું મોત, ડોક્ટરે જણાવ્યું આ કારણ

અજય રવિવારે સાંજે તેની પ્રેમિકા સાથે સાઉનેરમાં કેશવ લોજ ગયો હતો, જ્યાં શારીરિક સંબંધ બાંધતા અજય કથિત રીતે પડી ગયો હતો અને બેહોશ થઈ ગયો હતો.

India Trending
શારીરિક સંબંધ

નાગપુરમાં રવિવારે 28 વર્ષીય યુવકનું તેની ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે મોત થયું હતું. રવિવારના રોજ સાઉનેરમાં એક લોજમાંથી રહસ્યમય સંજોગોમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અજય પારટેકીનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટથી થયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક અજય રવિવારે સાંજે તેની ગર્લફ્રેન્ડ સાથે સાઉનેરમાં કેશવ લોજ ગયો હતો, જ્યાં શારીરિક સંબંધ બાંધતા અજય કથિત રીતે પડી ગયો હતો અને બેહોશ થઈ ગયો હતો. તે જ સમયે, અજયના અચાનક બેભાન થવાના કારણે, છોકરીએ તરત જ તેના કોમન ફ્રેન્ડને ફોન કર્યો અને પોલીસને જાણ કરી.

પોલીસે જણાવ્યું કે તે ડ્રાઈવર હતો અને વેલ્ડીંગ ટેકનિશિયન તરીકે પણ કામ કરતો હતો. મધ્યપ્રદેશના છિંદવાડામાં રહેતી નર્સ સાથે પારટેકીનો છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ હતો. આ અંગે પરિવારજનોને પણ જાણ થઈ હતી.

બંનેની મુલાકાત ફેસબુક પર થઈ હતી. પારટેકીએ લગ્ન માટે પ્રેમિકાની માતાનો પણ સંપર્ક કર્યો હતો. બંને ભવિષ્યમાં લગ્નના બંધનમાં બંધાવાના હતા. પોલીસે જણાવ્યું હતું કે દંપતીએ સાંજે 4 વાગ્યે લોજમાં ચેક ઇન કર્યું હતું અને લગભગ અડધા કલાક પછી તેઓ પ્રેમ-પસંગ દરમિયાન બેડ પર પડ્યા હતા. મહિલાએ લોજ મેનેજમેન્ટને જાણ કરી, જેમણે બેભાન વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

પોસ્ટમોર્ટમમાં ડોક્ટરોએ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું છે. આ અંગે સાઉનેર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ડોક્ટરે કહ્યું કે સેક્સ કરતી વખતે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થવુ દુર્લભ છે પરંતુ શક્ય છે.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે અજયના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી, પરંતુ પોલીસને તેના ખિસ્સામાંથી વિયગ્રાની ગોળીઓ મળી આવી હતી. પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ શંકા છે કે અજયનું મૃત્યુ વિયગ્રાની ગોળીઓના ઓવરડોઝને કારણે થયું હોઈ શકે છે, હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:આ રેલ્વે સેવા મુસાફરોનો થાક દૂર કરશે, તમે જોતા જ રહી જશો

આ પણ વાંચો: હિંદુ દેવી-દેવતાઓની તસવીરવાળા કાગળમાં ચિકન વેચતો હતો મુસ્લિમ યુવક, પછી થયું આવું….

આ પણ વાંચો:રાહુલ ગાંધીનો બાળકી સાથેનો વીડિયો વાયરલ, જાણો શું કહ્યું લોકો