૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં જેસર ખાતેનાં બ.ગો. મહેતા વિદ્યાલય ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી ની રાહબરી હેઠળ બ.ગો. મહેતા વિદ્યાલય જેસર ખાતે યોજવામાં આવ્યું હતું.
આ રિહર્સલમાં નિવાસી અધિક કલેકટરએ જિલ્લા કલેકટરનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું.
નિવાસી અધિક કલેકટરએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/ અધિકારીઓ, પત્રકારો, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.
રિહર્સલમાં પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ બેન્ડ સહિતની ટૂકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, મહુવા પ્રાંત અધિકારી ઈશિતા મેર, ઇ.ચા. તળાજા મામલાદાર કિરણભાઈ ગોહિલ સહિતનાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો:Vadodara-Stonepelting/વડોદરામાં રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનારા જેલમાં
આ પણ વાંચો:Bhavnagar murder/ભાવનગરમાં દંપતીની હત્યાનો કેસ ઉકેલાયોઃ હત્યાનો કોન્ટ્રાક્ટ આપનાર સહિત પાંચની ધરપકડ
આ પણ વાંચો:Rajkot Murder/રાજકોટમાં ઝગડતા જૂથો વચ્ચે મધ્યસ્થી કરાવવા ગયેલાની જ હત્યા