ભિલોડા વિસ્તારનો કુખ્યાત બુટલેગર સુખો ડુંડ ચુસ્ત પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. સુખો ડુંડની હત્યા કેસમાં ભારે મહેનત બાદ ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત બુટલેગર અને હત્યાનો આરોપી ગતરોજ શુક્રવારે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. ભિલોડાના ડોડીસરા ગામથી કુખ્યાત બુટલેગર PSI અને સાત પોલીસ કર્મીઓના જાપ્તામાંથી નજર ચૂકવીને ભાગવામાં સફળ થયો હતો. સુખો ડુંડ ભુતકાળમાં પોલીસ પર હુમલો પણ કરી ચુક્યો છે અને હત્યાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
જો કે ભાગેડુ બુટલેગરને પોલીસે ફરી ઝડપી પાડ્યો છે. ભિલોડાના ડોડીસરાથી ફરાર સુખો ડુંડને ભિલોડા પીઆઇ એમ.જી વસાવા સહિત 20 પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી તેની પ્રેમિકાને મળવા ગયો હતો. પ્રેમિકાને મળી ગામની બહાર નીકળતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ભાગેડુ બુટલેગરને ઝડપી પડ્યો હતો. હત્યા જેવા અન્ય ગંભીર ગુનાનો આરોપી સૂકો ડુંડ ઝડપતા પોલીસે રાહત અનુભવી હતી. ઝડપાયેલા કુખ્યાત આરોપીને ભિલોડા પોલીસ કસ્ટડીમાં ધકેલ્યો હતો. જિલ્લા LCB, SOG સહિતની ટિમો આરોપીને ઝડપી લેવા તપાસ કરી રહી હતી.
Weather/ નોરતામાં વરસાદની આગાહી, ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ