મોરબીના ચકચાર ભરી હત્યા ના કેસમાં સંડોવાયેલા આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા પોલીસ જપતમાથી ફરાર થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મુસ્તાકની હત્યા ને તેના ભાઇ આરીફ પર હુમલાના પ્રકરણમાં સંડોવાયેલ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા પોલીસ જપતમાથી ફરાર થયો છે. જેને લઈને ભારે ચકચાર મચી છે.
આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ધાંગધ્રા ઓનેસ્ટ હોટેલ પાસેથી સવારે પોલીસને ચકમો આપીને ફોર્ચ્યુનર કાર નં. જીજે 18 બીજી 6093 માં ભાગી જવામાં સફળ થયો છે. તેને જડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ની અમદાવાદ ATS દ્વારા થોડા દિવસો પહેલાજ ધ્ર્પક્ડ કરવામાં આવી હતી. હત્યા સહિત ના ગુનહા સબબ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ને આમદવાદની સાબરમતી જેલ માં રાખવામા આવ્યો હતો. તેની કોર્ટમાં મુદ્દત હોવાથી તેને મોરબી ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ર્સ્તમાં ધાંગધ્રા પાસે પોલીસ ને ચકમો આપી ભાગીફરાર થયો હતો.
આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા 14 ઓકટોબરના રોજ પોલીસ જાપ્તામાંથી થયો હતો, જે અનુસંધાને 7 વ્યક્તિઓ સામે ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેમાં નરોડા પોલીસ સ્ટેશનના PSI હર્ષપાલ સિંહ સામે ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ બારીયા સામે ગુનો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.