અભિનેત્રી શર્લિન ચોપરા અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈના કોઈ વિવાદના કારણે તેમનું નામ ચર્ચામાં આવે છે. આ વખતે અભિનેત્રીની છેડતી થઈ છે. જે બાદ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે અભિનેત્રી શર્લિન ચોપરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ શર્લિન ચોપરાએ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ફાઈનાન્સર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, આરોપીએ શર્લિન ચોપરાને વીડિયો રેકોર્ડિંગ માટે પૈસા આપવાના બહાને તેની છેડતી કરી હતી. જ્યારે અભિનેત્રીએ આનો વિરોધ કર્યો તો ફાઇનાન્સરે તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. તે વ્યક્તિએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
View this post on Instagram
શર્લિન ચોપરાની ફરિયાદ પર જુહુ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આઈપીસીની કલમ 354, 506,509 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં જ શર્લિન ચોપરાનું નામ પણ રાખી સાવંતના કારણે સામે આવ્યું હતું.
આ પણ વાંચો:વિવેક અગ્નિહોત્રીએ કોર્ટમાં હાજર રહીને માંગવી પડી માફી, જાણો શું કહ્યું હાઈકોર્ટે
આ પણ વાંચો:રવિ તેજાના રાવણાસુરની ધારદાર એન્ટ્રીઃ અજય દેવગનની ભોલા અને નાની પર અસર
આ પણ વાંચો:બોની કપૂરની કારમાંથી મળ્યા લાખો રૂપિયાના ચાંદીના વાસણો, જાણો શું છે કનેક્શન
આ પણ વાંચો:જયપુરમાં ઉર્વશી રૌતેલાના કાર્યક્રમમાં શોકિંગ એકસીડન્ટ, આગમાં દાજતા માંડ માંડ બચી છોકરી