ગુજરાતમાં કોરોના કેસ સંક્રમણને રોકવા અને લોકોને સહાય થાય તે માટે ભારતીય જનતા પાર્ટીની અખિલ ભારતીય વિધાર્થી પરિષદે આરટીપીસીઆર ટેસ્ટીંગ કરવાી જાહેરાત કરી હતી હોસ્પિટલ અને ખાનગી લેબમાં 700થી 800 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે એબીવીપીદ્વારા માત્ર 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન ફી લઈને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે રાત પડતાની સાથે જ આ જાહેરાતનો ફિયાસ્કો થયો હતો.કોરોના મહામારીમાં વિદ્યાર્થી પાંખ પણ મેદાને આવી હતી. જેમાં જરૂરિયાતમંદ લોકોને 100 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવી પાલડી ખાતે આવેલા એવીવીપી ઓફિસે આરટીપીસીઆર ટેસ્ટ 4 મેથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે હવે મુલતવી રાખવામાં આવી છે.
રાજ્યમં લોકો કોરોના ટેસ્ટ કરાવે તેની જાગૃતિ માટે આ સેવા શરૂ કરવામાં આવવાની હતી પરતું કોઇકારણસર હાલ આ આયોજન મુલતવી રાખવામાં આવી છે. રોજ 100 વ્યક્તિના ટેસ્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ.4 મે ના રોજ ટેસ્ટીગની શરૃઆત કરવામાં આવવાની હતી પરતું કોઇ કારણસર તે બંધ રાખવામાં આવી છે. જ્યારે આ મામલે એબીવીપીના આગેવાનોએ જણાવ્યું હતું કે, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં અમુક કારણોસર આ સેવા મુલતવી રાખવામાં આવી છે.નવી તારીખ ટૂંકમાં જાહેર કરવામાં આવશે.