ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો છે. સત્તાવાર ચોમાસા અગાઉ તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. આમ છતાં ખરીફ પાકના વાવેતરનો પ્રારંભ થયો છે. ગત વર્ષની તુલનામાં આજની સ્થિતિએ ખરીફ પાક વાવેતરમાં અઢીહજાર હેક્ટર વિસ્તારનો ઘટાડો થયો છે. જો કે સારા ચોમાસાની થયેલી આગાહીએ ખરીફપાકમાં સારા વાવેતરનની આશા ખેડૂતો રાખી રહ્યા છે.
ગુજરાતમાં 50 વર્ષની તુલનાએ મૂલ્યાંકિત સરેરાશ વરસાદ 34 ઇંચ નિયત થયો છે. ચોમાસાની સત્તાવાર જાહેરાત અગાઉ રાજ્યમાં તાઉતે વાવાઝોડાએ વિનાશ વેરતાં ખેડૂતો નિરાશ થયા હતા. પરંતુ હવામાન વિભાગે આ વર્ષે સારા ચોમાસાની એટલે કે 106 ટકા સરેરાશ વરસાદ થવાની કરેલી આગાહીએ ખેડૂતોમાં સારા વાવેતરની પુન:આશા જગાવી છે.
આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક, વેપારીઓ માટે પણ રસીકરણ અભિયાન બનાવાયું સખ્ત
આજની સ્થિતિએ ખરીફ વાવેતરમાં મગફળી અને કપાસનું વાવેતર સારૂ થવાની આશા છે. ગતવર્ષની તુલનાએ જોતાં ખરીફપાકના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. ગતવર્ષ કરતાં ખરીફ પાકમાં અંદાજે 2.590 હેક્ટર વાવેતર વિસ્તાર ઘટ્યો છે.
આ પણ વાંચો :આજથી ગુજરાતના મોટાભાગના મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા
ખરીફ પાકમાં વાવેતર
વર્ષ – વાવેતર વિસ્તાર (હેક્ટર)
-2020 – 32701
-2021 – 30111
-વાવેતરવિસ્તારમાં ઘટાડો – 2 હજાર 590 હેક્ટર
રાજ્યમાં ખરીફ પાકમાં 14 હજાર 952 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર અને 10 હજાર 214 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. ગત વર્ષની તુલનામાં વાવેતર હાલની સ્થિતિએ ઓછું થયું છે.પરંતુ સારા ચોમાસાની આગાહીએ ખેડૂતોને ખરીફ વાવેતર વધવાની આશા જગાવી છે. પરિણામે આગાહી મુજબનો વરસાદ થશે તો ખરીફપાકમાં ફાયદો થશે.
આ પણ વાંચો :ડાયરેક્ટર આયશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહ કેસ, કોવિડ વિશે જુઠાણું ફેલાવાનો આરોપ