શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને લોકો સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા ધરતીનો તાત ખેડૂત ચિંતાતુર બની જવા પામ્યો હતો.
છેલ્લા બે દિવસથી લોકો સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા સમગ્ર જીલ્લ્મ ગાઢ ધુમ્મસ સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતાં વાહન ચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ગીર સોમનાથ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ખેડૂત ચિંતાતુર બની જવા પામ્યો હતો. ત્યારે ગાઢ ધુમ્મસ અને ઝાકળથી કેરીનાં પાકને નુકશાન થવાની ભીતી ખેડૂત સેવી રહ્યો છે.