કોરોના દેશમાં સતત પોતોના કહેર વરસાવી રહ્યો છે. કોરોના કહેરને જોતા દેશનાં ઘણા રાજ્યોમાં લોકડાઉન અને નાઇટ કર્ફયુ જેવા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ વિકેન્ડ લોકડાઉન લાદવામાં આવ્યું છે. શુક્રવારે રાત્રે 10 થી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વિકેન્ડ કર્ફ્યુ દિલ્હીમાં છે. આ દરમિયાન હરિદ્વાર કુંભથી દિલ્હી પરત ફરનારા લોકો માટે કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે.
મોટા સમાચાર / કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ, તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા
દિલ્હી સરકારે જારી કરેલા આદેશ મુજબ, ‘હરિદ્વાર કુંભથી રાષ્ટ્રીય રાજધાની પરત ફરતા લોકોને 14 દિવસનાં હોમ આઇસોલેશનમાં રહેવું પડશે.’ કુંભ મેળામાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા પછી 14 દિવસ હોમ ક્વોરેન્ટીનમાં રોકાવું પડશે. દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, 4 એપ્રિલથી અત્યાર સુધી જે પણ હરિદ્વાર કુંભ ગયા છે, તેમની તમામ માહિતી જેવી કે નામ, દિલ્હીનું સરનામું, ફોન નંબર, આઈડી પ્રુફ, દિલ્હીથી જવાની તારીખ અને પરત ફરવાની તારીખ આ ઓર્ડર બહાર પાડ્યાનાં 24 કલાકની અંદર www.delhi.gov.in પર અપલોડ કરવું આવશ્યક છે.
Covid-19 / ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ
આ ઉપરાંત, 18 એપ્રિલથી 30 એપ્રિલ સુધી, જે પણ દિલ્હીનાં રહેવાસી કુંભ હરિદ્વાર જઇ રહ્યા છે, તે પણ દિલ્હીથી નિકળતા પહેલાપોતાની સંપૂર્ણ જાણકારી જેમ કે, નામ, દિલ્હીનું સરનામું, ફોન નંબર, આઈડી પ્રુફ, દિલ્હીથી રવાના થવાની તારીખ અને પરત દિલ્હી આવવાની તારીખ તમામ દિલ્હી છોડ્યા પહેલા www.delhi.gov.in પર આવશ્યકપણે અપલોડ કરે. જણાવી દઇએ કે, દિલ્હીમાં કોરોનામાં સ્થિતિ દિવસેને દિવસે ભયાનક બની રહી છે. રાજધાની દિલ્હીની હાલત મુંબઇ કરતા પણ ખરાબ થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 24 હજાર નવા કેસો મળી આવ્યા છે અને સંક્રમણ દર પણ 24 ટકાને વટાવી ગયો છે. વળી આ સમયગાળા દરમિયાન મુંબઇમાં 8811 નવા કેસ નોંધાયા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…