Rajkot News: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. TPO સાગઠીયાની ઓફિસમાં દરોડા પાડતા કરોડો રૂપિયા સાથે સોનું પણ મળ્યું. સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા ઉપરાંત એક કરોડથી વધુનું સોનું પણ મળી આવ્યું.
ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યા બાદ SITને તપાસ સોંપવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ પૂર્ણતાના આરે છે. આજે 20મી સુધીમાં રિપોર્ટ રજૂ કરવાની છે ડેડ લાઈન તેની સામે હજુ પણ પાંચ છ અધિકારીઓના નિવેદન નોંધવાના બાકી છે. ત્યારે રિપોર્ટ પૂર્ણપણે રજૂ કરવામાં વિલંબ થવાની સંભાવના જોતા વધુ સમય માંગી શકે છે. અત્યારસુધીમાં અગ્નિકાંડ તપાસમાં 12 થી પણ વધુ અધિકારીઓના નિવેદન નોંધાઇ ચૂક્યા છે. અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરાતા TPO સાગઠીયાની ઓફિસ સુધી રેલો પંહોચ્યો જેમાં કરોડો રૂપિયા સાથે સોનું મળી આવતા આ મામલે હજુ વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત