Gujarat Politics News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમના બે વરિષ્ઠ મંત્રીઓ પાસેથી તેમના ખાતા છીનવી લેવામાં આવ્યા છે. આ સમાચાર હવે સર્વત્ર ચર્ચાનો વિષય બની ગયા છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારના બે વરિષ્ઠ મંત્રીઓના પોર્ટફોલિયો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીનું રેવન્યુ ખાતું અને પૂર્ણેશ મોદીનું માર્ગ બાંધકામ વિભાગ છીનવી લેવામાં આવ્યું છે. આ બંને વિભાગ અન્ય બે નેતાઓને સોંપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ બાંધકામ વિભાગ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમના મંત્રીઓએ થોડા સમય પહેલા જ પદના શપથ લીધા હતા. રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, હૃષીકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે પ્રથમ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણે પણ એકસાથે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. નવી સરકારમાં, 10 કેબિનેટ સ્તરના અને 14 રાજ્ય સ્તરના મંત્રીઓએ શપથ લીધા અને તેમને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી.
આ પણ વાંચો: Cricket/ ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વે સામે સતત 14મી જીત, વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી
આ પણ વાંચો: Heavy Rain/ હિમાચલમાં ભારે વરસાદને કારણે તબાહી, 6ના મોત, 15 ગુમ
આ પણ વાંચો: Corona Virus/ કોરોનાના સમયગાળામાં ડોકટરો દર્દીઓને ડોલો 650 કેમ આપતા? વાંચો સંપૂર્ણ અહેવાલ