BJP/ ભાજપ એકેય બેઠક ન જીતી શક્યું, તે રાજ્યમાં રૂપાણીને સોંપી મોટી જવાબદારી

રૂપાણીને પંજાબમાં પ્રભારી બનાવ્યા

Top Stories India
Beginners guide to 2024 07 05T203752.139 ભાજપ એકેય બેઠક ન જીતી શક્યું, તે રાજ્યમાં રૂપાણીને સોંપી મોટી જવાબદારી

New Delhi News : ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા સહિત 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રભારી અને સહ-પ્રભારી જાહેર કર્યા છે. ભાજપ પંજાબમાં લોકસભા ચૂંટણીમાં 10માંથી એકેય બેઠક જીતી શકી નથી. ત્યારે પાર્ટીએ આ રાજ્યમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani, Former CM of Gujarat)ને પ્રભારી બનાવ્યા છે. અન્ય નેતાઓની વાત કરીએ તો, તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને ઉત્તરપૂર્વના સંયોજક બનાવાયા છે. જ્યારે બિહારમાં વિનોદ તાવડેને પ્રભારી અને સાંસદ દીપક પ્રકાશને સહ-પ્રભારી નિમ્યાં છે.

ભાજપે અરૂણાચલ પ્રદેશમાં ધારાસભ્ય અશોક સિંઘલને, અંદામાન નિકોબાલમાં રઘુનાથ કુલકર્ણીને, છત્તીસગઢમાં ધારાસભ્ય નિતિન નબીનને, દાદરા અને નગર હવેલીમાં દુષ્યંત પટેલને, ગોવામાં આશીષ સૂદને પ્રભારી બનાવ્યા છે. આ ઉપરાંત હરિયાણામાં ડૉ.સતીશ પૂનિયાને પ્રભારી અને રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરને સહ-પ્રભારી, હિમાચલ પ્રદેશમાં શ્રીકાંત શર્માને પ્રભારી અને સંજય ટંડનને સહ-પ્રભારી, જમ્મુ-કાશ્મીરમાં તરૂણ ચુગને પ્રભારી અને આશીષ સૂદને સહ-પ્રભહારી બનાવ્યા છે.

ઝારખંડમાં પાર્ટીના વરિષ્ઠ નેતા લક્ષ્મીકાંત વાજપેયીને પ્રભારી, કર્ણાટકમાં ડૉ.રાધામોહન દાસ અગ્રવાલને પ્રભારી અને સુધાકર રેડ્ડીને સહ-પ્રભારી, કેરળમાં પ્રકાશ જાવડેકરને પ્રભારી, અપરાજિતા સારંગીને સહ-પ્રભારી બનાવાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમૃતપાલ અને રાશિદ લોકસભાના સભ્ય તરીકે આજે લેશે શપથ, કસ્ટોડિયલ પેરોલ અપાઈ

આ પણ વાંચો: બે બાળકોના પિતાને સગીરા સાથે થયો પ્રેમ, છોકરીએ કર્યો ઈન્કાર… જાણો પછી શું થયું

આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે હાથરસ આવશે, મૃતકોના સ્વજનોને મળશે