Not Set/ વરરાજાનો ડાન્સ પસંદના આવતા દુલ્હને તેના મિત્ર સાથે કરી લીધા લગ્ન

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર પંગરા ગામમાં એક વિચિત્ર ઘટના બની હતી. જ્યાં યુવતીના પિતાએ વરરાજા પર આરોપ લગાવ્યો કે તે નશામાં હતો. આ કારણોસર તેણે પોતાની પુત્રીનો હાથ અન્ય કોઈને સોંપી દીધો હતો

Top Stories Trending
9 1 8 વરરાજાનો ડાન્સ પસંદના આવતા દુલ્હને તેના મિત્ર સાથે કરી લીધા લગ્ન

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર પંગરા ગામમાં એક વિચિત્ર ઘટના બની હતી. જ્યાં યુવતીના પિતાએ વરરાજા પર આરોપ લગાવ્યો કે તે નશામાં હતો. આ કારણોસર તેણે પોતાની પુત્રીનો હાથ અન્ય કોઈને સોંપી દીધો હતો. હકીકતમાં  લગ્ન માટે વરઘોડો ડીજે પર ડાન્સ કરતા કરતા આવી રહ્યો હતો. પછી વર પણ છોકરીના દરવાજે પહોંચ્યો અને કારમાંથી નીચે ઉતરીને નાચવા લાગ્યો. વરરાજાને ડીજેનું મ્યુઝીક એટલુ ગમ્યુ કે તેણે લાંબા સમય સુધી ડાન્સ કર્યો. વરરાજાના ડાન્સથી દુલ્હન અને તેના પિતા એટલા ગુસ્સે થયા કે તેમણે વર સાથે લગ્ન તોડી નાખ્યા અને કન્યાએ વરરાજાના મિત્રના ગળામાં વરમાળા પહેરાવી દીધી.

છોકરીના પિતાનું કહેવું છે કે મુહૂર્ત પુર્ણ થયા પછી 4:00 વાગ્યે વરઘોડો ગેટ પર પહોંચ્યોં હતો. વરરાજા 8 વાગ્યા સુધી ડાન્સ કરતો રહ્યો. જ્યારે વિલંબનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે અંદરો અંદર ખુબ ઝગડો થયો. અને  છોકરીઓએ વરરાજા સહિત છોકરાઓને માર મારી જાન પરત મોકલી હતી.

આવી સ્થિતિમાં યુવતી સરઘસમાં પાછી ફરતાં અપશબ્દોનો ભય હતો. જેથી મામલો પંચાયત સુધી પહોંચ્યો હતો. પંચાયતમાં નક્કી થયું કે છોકરીના લગ્ન આ મંડપમાં જ થશે, પણ બીજા કોઈ છોકરા સાથે. આવી સ્થિતિમાં છોકરીના પિતાને એક છોકરો ગમ્યો. પરિસ્થિતિ સમજીને છોકરો પણ લગ્ન માટે રાજી થઈ ગયો. એ પણ નોંધનીય છે કે છોકરો અને છોકરી પણ સારા મિત્રો હતા.

લગ્નના મંડપમાંથી દુલ્હન વગર આવેલા વરને પણ બીજા દિવસે કન્યા મળી અને વરરાજાએ પણ બીજા દિવસે ધામધૂમથી બીજી છોકરી સાથે લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે પોતાની પ્રથમ ભુલથી સીખ લઇને વરરાજાએ  આ લગ્ન પહેલા ન તો ડાન્સ કર્યો હતો અને ન તો તેના મિત્રો અને સંબંધીઓએ દારૂ પીધો હતો.