ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો અને પોઝિટિવિટી રેટમાં વધારો થયા બાદ કેન્દ્ર સરકારે પ્રતિબંધોને ફરીથી લાગુ કરવા વિચારવાનું કહ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે 10 રાજ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આરોગ્ય સચિવે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓરિસ્સા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્રપ્રદેશ અને મણિપુરના પ્રતિનિધિઓને કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુનો સકારાત્મક દર નોંધાવતા તમામ જિલ્લાઓ માટે કડક પ્રતિબંધો પર વિચારણા જરૂરી છે. મંત્રાલયે કહ્યું કે આ તબક્કે કોઈપણ જાતની ઢીલ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
બેઠકમાં ઉપસ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ડાયરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે પ્રતિદિન 40,000 ના કેસ સાથે સમાધાન કરવાની જરૂર નથી. ભારતમાં લગભગ 46 જિલ્લાઓ 10 ટકાથી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે અને 53 જિલ્લા એવા છે જયાં કોરોના સંક્રમિત કેસો ભયજનક રીતે આગળ વધી રહ્યા છે. અહીંયા પોઝિટિવીટી દર 5 થી 10 ટકા વચ્ચે છે. કોરોનાના નવા કેસોમાં વધારો જોતા મંત્રાલય દ્વારા આ રાજ્યોને 4 પોઈન્ટમાં માર્ગદર્શિકા આપવામાં આવી છે.
પ્રથમ એ છે કે જયાં વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યાં તેમને નિયંત્રિત કરવા અને તેમના પર નજર રાખવાના પ્રયાસો કરવા જોઈએ. બીજી બાબત એ છે કે કેસોનો નકશો બનાવવો અને સંપર્કોને ટ્રેસ કરવો અને કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવું. ત્રીજો નિર્દેશ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ વધારવાનો અને બાળરોગ સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ચોથી સૂચના મૃત્યુને જોવી અને ગણતરી કરવી છે.
મંત્રાલયે કહ્યું કે આ 10 રાજ્યોમાં 80 ટકાથી વધુ સક્રિય કેસ હોમ આઇસોલેશનમાં છે. આ લોકો પર નજર રાખવાની જરૂરિયાત પર ભાર મુકતા મંત્રાલયે જણાવ્યું હતું કે આ દર્દીઓની દેખરેખ માટે સમુદાય, ગામ, મોહલ્લા, વોર્ડ વગેરેના સ્તરે સ્થાનિક દેખરેખ હોવી જોઈએ જેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે કે નહીં.