Not Set/ સુરત શહેરમાં ફરી એક વખત રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી સામે આવી

સુરત શહેરમાં ફરી એક વખત રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી સામે આવી છે. પીસીબી પોલીસે બાતમીના આધારે એક ડોક્ટર સહીત ૪ લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી ૩ ઇન્જેક્શન કબજે કર્યા છે અને એક ડોક્ટરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી એક ઇન્જેક્શન ૧૩ થી ૧૪ હજાર રૂપિયામાં વેચાણ કરતા હોવાનું બહાર આવ્યુ છે […]

Gujarat Surat
remdesiver injection 1 સુરત શહેરમાં ફરી એક વખત રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી સામે આવી

સુરત શહેરમાં ફરી એક વખત રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી સામે આવી છે. પીસીબી પોલીસે બાતમીના આધારે એક ડોક્ટર સહીત ૪ લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી ૩ ઇન્જેક્શન કબજે કર્યા છે અને એક ડોક્ટરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી એક ઇન્જેક્શન ૧૩ થી ૧૪ હજાર રૂપિયામાં વેચાણ કરતા હોવાનું બહાર આવ્યુ છે

સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેતા હતા દરમ્યાન સુરત શહેરમાંથી આ ઇન્જેક્શનની કાળાબજારી પણ ઝડપાઈ છે. અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચે ૬ આરોપીને ઝડપી પાડી ઇન્જેક્શનની પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત સરથાણા વિસ્તારમાંથી પૂર્વ ભાજપના પૂર્વ કોર્પોરટરનો પુત્ર દિવ્યેશ પટેલ અને તેના મિત્ર એવા કે. પી. સંઘવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થીની પણ ધરપડક કરી છે. ત્યારે વધુ એક વખત આ ઇન્જ્કેશનની કાળા બજારી બહાર આવી છે.

પીસીબી પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ગેરકાયદે ઇન્જેક્શન મેળવી ઉચા ભાવે વેચાણ કરી રહ્યા છે અને આ આરોપી ભાગળ ચાર રસ્તા પાસે ઉભા છે. દરમ્યાન એસ.ઓ.જી.પોલીસે વોચ ગોઠવી પહેલા પુણાગામ કારગીલ ચોક પાસે રહેતા જેનીશકુમાર પોપટભાઈ કાકડિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે તેના સાગરીતોના નામ જણાવ્યા હતા. જેથી પોલીસે તેના સાગરિત પુણાગામ ખાતે ખાતે રહેતા અને કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા ભદ્રેશ બાબુભાઈ નાકરાણી, ચોકબજાર સ્થિત રહેતા જૈમીશ ઠાકરશીભાઈ જીકાદરા, તેમજ કતારગામ સ્થિત હરિહરી સોસાયટીમાં રહેતા ડો.સાહિત વિનુભાઈ ઘોઘારીને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે કુલ ૩ ઇન્જેક્શન કબજે કર્યા હતા. તેમજ ૪ મોબાઈલ, રોકડા રૂપિયા ૧૨, ૫૨૦ અને એક બાઈક મળી કુલ ૧.૨૩ લાખની મત્તા કબજે કરી છે. આ ઉપરાંત ઇન્જેક્શન સપ્લાય કરનારા અમરોલી સ્થિત મુની ક્લીન્ક્ક એન્ડ નર્સિંગ હોમના ડો. હિતેશ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા છે.

ઝડપાયેલા આરોપીઓની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓ એક ઇન્જેક્શનના ૧૨ થી ૧૩ હજાર રૂપિયા વસુલ કરતા હતા. જો કે હાલ આ મામલે લાલગેટ પોલીસને તપાસ સોપવામાં આવી છે. લાલગેટ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓની આ મામલે પૂછપરછ શરુ કરવામાં આવી છે. ઝડપાયેલા એક ચાર આરોપીઓમાંથી એક આરોપી ડોક્ટર છે. અને એક વધુ એક હિતેશ ડાભી નામના ડોક્ટરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા ચારેય આરોપીઓને આગમી સમયમાં કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવશે તેમજ પોલીસ આ મામલે કડક પૂછપરછ કરશે. ત્યારે આ કેસમાં બે ડોક્ટરની પણ સંડોવણી બહાર આવી છે. ત્યારે આગમી સમયમાં પોલીસ તપાસમાં આ મામલે ચોકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા રહેલી છે.