ગોધરા ખાતે આવેલી સીવીલ હોસ્પિટલ કે જેમાં આજુબાજુના ગામડાઓમાંથી અસંખ્ય લોકો પોતાનાં રોગોની સારવાર કરાવવા માટે આવતા હોય છે. ત્યારે સીવીલ હોસ્પિટલમાં જ ભારે ગંદકી જોવા મળતા એવું લાગી રહયુ છે કે, કોઈ મોટો રોગચાળો સીવીલ હોસ્પીટલમાં જ ફાટી નીકળે તો નવાઈ નહીં. ગોધરા ખાતે આવેલી આ સીવીલ હોસ્પિટલ પોતે જ બીમાર હાલતમાં જોવા મળી રહી છે અને સીવીલ હોસ્પિટલને સારવારની તાતી જરૂર હોવાનું પ્રતિત થઇ રહ્યું છે.
પંચમહાલ જિલ્લાનાં મુખ્ય મથક ગોધરામાં આવેલી સીવીલ હોસ્પિટલમાં આજુબાજુના ગામડાઓમાંથી અનેક ગરીબ દર્દીઓ બીમારી માટે સારવાર કરાવવા આવતા હોય છે. પરંતુ ગોધરા સીવીલ હોસ્પિટલમાં સુવિધાના નામે શૂન્ય હોય તેવું દેખાઈ રહયું છે. હાલમાં સીવીલ હોસ્પિટલ ખાતે દર્દીઓને પીવાના પાણીની વ્યવસ્થા નથી, તેમજ શૌચાલયો તો ગંદકીથી ઉભરાઈ રહયા છે. ત્યારે પાછું હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પીવાના પાણી માટે મિનરલ્સ બોટલો બહારથી મંગાવવામાં આવે છે અને તેમના માટે શૌચાલયોની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
અહીં આવતા દર્દીઓના સગાવ્હાલાઓ આ સીવીલ હોસ્પિટલની ગંદકી જોઈને એવું કહેતા હોય કે અહીંયા બીમાર દર્દીની સારવાર માટે નહીં વધુ બીમારીઓ સાથે લઈ જવા આવ્યા હોય તેવું લાગે છે. જ્યારે સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય, તો આ ગ્રાન્ટનો વહીવટ કેવો કરાયો અથવા કરાયો કે કેમ એ પણ એક સવાલ ઉભો થાય છે.
સરકાર દ્વારા આ સીવીલ હોસ્પિટલમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો હિસાબ કિતાબ ચકાસવામાં આવે તો ગોધરા સીવીલ હોસ્પિટલમાં વહીવટ કરતા લોકો ભ્રષ્ટાચારમાં સામેલ છે કે નહીં તે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જશે. તેમજ સરકારી સિવિલ હોસ્પિલના અધિકારીઓ અને કર્મચારીઓને જે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, તેવી સુવિધાઓ દર્દીઓ માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર વ્યવસ્થા કરાવશે કે નહીં ? કે પછી જૈસે થૈ ની સ્થિતિમાં યથાવત રાખશે તે જોવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન